જર્મનીમાં યોજાયેલ વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 2 ગોલ્ડ સહિત જીત્યા 14 મેડલ

ગુજરાત સ્પેશયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અને ત્યારબાદ જુદા જુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણા ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરોએ વર્લ્ડ ગેમ્સમાં 2 ગોલ્ડ,  8 સિલ્વર, અને   4 બ્રોનઝ મેડલ મળી કુલ 14 મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવ્યું છે. 

જર્મનીમાં યોજાયેલ વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 2 ગોલ્ડ સહિત જીત્યા 14 મેડલ

મૌલિક ધામેચા, અમદાવાદઃ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ અનેરી સિદ્ધિઓ મેળવી છે.જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 14 મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. જેમનું અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુંજર્મની ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં  190 જેટલા દેશના 7000 કરતાં વધારે  સ્પર્ધાકોએ  ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલા 14 એથ્લેટ અને 10 કોચ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની ખાતે જુદી જુદી રમતોમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. વર્લ્ડ ગેમ્સની શરૂઆત પહેલાં જ વિશ્વભરમાંથી  આવેલ જુદા જુદા ડેલિગેશન માટે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ ફ્રેન્કફર્ટ શહેર ખાતે યોજયો હતો, જ્યાં ગુજરાતી ગરબાથી બધાના દિલ જીતી વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની ટીમે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 17 જૂને ઓપનિંગ સેરેમની, ભવ્ય ટોર્ચ રન અને આતશબાજી સાથે વર્લ્ડ ગેમ્સનો શુભારંભ થયો અને 17 થી 25 જૂન સુધી જુદા જુદા ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ, હેલ્થ ચેક અપ, યંગ એથ્લેટ,  જેવા અનેક પ્રોગ્રામ યોજાયા હતા. 

ગુજરાત સ્પેશયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અને ત્યારબાદ જુદા જુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણા ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરોએ વર્લ્ડ ગેમ્સમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર, અને  4 બ્રોન્ઝ મેડલ મળી કુલ 14 મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવ્યું છે. આ ઉપરાંત 3 ખેલાડીઓએ 4th અને 5th સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરી હતી. 14 મેડલ સાથેની આ સિધ્ધિ લઈ ખુશ ખુશાલ મિજાજમાં આજરોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરી બહાર આવતા ખેલાડીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો. જેને પગલે બુધવારે અમદાવાદ એરપોર્ટ ખાતે  ગુજરાતને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત સમિતિ, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વીસી પ્રો. ડો. અર્જુનસિંહ રાણા, સ્પેશિયાલિટી ગુજરાતના પેટ્રન રાકેશભાઈ શાહ અને સમગ્ર શિક્ષાના સચિવ મહેશભાઈ મહેતાએ ડી.જે.ના સૂર સાથે વધાવી નાચ ગાન સાથે સ્વાગત કર્યું હતું. 

ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીઓને ઉચ્ચતમ સ્થાન માટે સતત પ્રયત્નશિલ અને હાલ સ્પેશ્યિલ ઓલિમ્પિકસ ભારતના જનરલ સેક્રેટરી ડો. ડી.જી. ચૌધરીએ વિજેતા ટીમ અને તેમના કોચ તથા પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી. આ 14 મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓમાં

મેડલ વિજેતા ગુજરાતી એથ્લેટ્સ 

જાલમસિંહ સોલંકી (અરવલ્લી), બાસ્કેટ બોલ - ગોલ્ડ મેડલ

હિમાની પ્રજાપતિ યુનિફાઈડ પાર્ટનર (ગાંધીનગર)
વોલીબોલ - ગોલ્ડ મેડલ

કાજલ બોળીયા (બોટાદ)
બાસ્કેટ બોલ - સિલ્વર મેડલ

લીલા પટેલ (દાહોદ)
બાસ્કેટ બોલ - સિલ્વર મેડલ

રીંકલ ગામીત (સુરત)
હેન્ડ બોલ - સિલ્વર મેડલ

એન્જેલિના પૌસીન (અમદાવાદ)
રોલર સ્કેટિંગ 100 મી. 
સિલ્વર મેડલ
ઉપરાંત રોલર સ્કેટિંગ રિલે માં 
સિલ્વર મેડલ

અક્ષર પ્રજાપતિ (આણંદ) 
રોલર સ્કેટિંગ 
સિલ્વર મેડલ

પ્રેમ લાડ (આણંદ)
રોલર સ્કેટિંગ 300 મી સિલ્વર મેડલ
ઉપરાંત રોલર સ્કેટિંગ સલોલેમ 
બ્રોન્ઝ મેડલ

કિરીટ ચૌહાણ (દાહોદ)
સ્વિમિંગ ફ્રી સ્ટાઈલ 
સિલ્વર મેડલ
ઉપરાંત સ્વિમિંગ 25 મી બ્રેસ્ટ સ્ટ્રોક 
બ્રોન્ઝ મેડલ

અનુરાગ (ગાંધીનગર)
યુનીફાઇડ પાર્ટનર
વોલીબોલ 
સિલ્વર મેડલ

રાધા મચ્છર (મહીસાગર)
ફૂટબોલ
બ્રોન્ઝ મેડલ

મેળવનાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે મનોદિવ્યાંગ કશું ન કરી શકે એ વિચાર ભૂલી આગામી વર્લ્ડ ગેમ્સ માટે સખત અને સતત મહેનત થકી વધુમાં વધુ ખેલાડીઓ તૈયાર કરવા પ્રેરણા મળી હતી.ખાસ આજના દિવસે વિજેતા ખેલાડી અને કોચનો ઉત્સાહ જોઈ એરપોર્ટ રોડ પર અન્ય મુસાફરો પણ પ્રબળ ઈચ્છા શક્તિથી દિવ્યાંગ પણ દિવ્ય બની શકે તેવા આદર્શ સાથે વિજય સરઘસ ને વધાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news