23મીએ પરિણામ, મતગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે ખાસ કાર્ય શિબિરનું આયોજન

 લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આવતી કાલે 19મી મેના રોજ છે. તથા તારીખ 23મી ના રોજ મત ગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત આજે તમામ મતગણતરીમાં જોડાયેલા સ્ટાફ જે પણ લોકો તે દિવસે કામગીરી કરવાના છે તેમને મતગણતરીની તાલીમ આપવામાં આવી હતી. 
23મીએ પરિણામ, મતગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે ખાસ કાર્ય શિબિરનું આયોજન

તૃષાર પટેલ, વડોદરા: લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આવતી કાલે 19મી મેના રોજ છે. તથા તારીખ 23મી ના રોજ મત ગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત આજે તમામ મતગણતરીમાં જોડાયેલા સ્ટાફ જે પણ લોકો તે દિવસે કામગીરી કરવાના છે તેમને મતગણતરીની તાલીમ આપવામાં આવી હતી. 

ચૂંટણી અધિકારી દ્વારા સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમની અંદર એક ખાસ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશિબિરમાં આગામી ૨૩મી તારીખે મતગણતરીમાં ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. ભારત સરકારના ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે શહેરની એસએસસી હોસ્પિટલ ના ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરીની તાલીમની શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .

જુઓ LIVE TV

આ શિબિરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા..જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં એ આર ઓ, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી સહિત મતગણતરીના દિવસે ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને વિવિધ મુદ્દાઓ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે આગામી તા.23 મેં ના રોજ લોકસભાની ચૂંટણીની મતગણતરી પોલીટેક્નિક કોલેજ ખાતે થવાની છે.આ મતગણતરીને લઈને વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. ખાસ કરીને આજે યોજાયેલ શિબિરમાં ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો વળી આ કામગીરીમાં જોડાયેલા સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news