વિદ્યાર્થીઓ ખાસ વાંચે! શું ધોરણ 9 થી 12 માં ચાલુ શૈક્ષણિક સત્રમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે?

ધોરણ 9 થી 12 માં શહેરી વિસ્તારમાં એક વર્ગમાં નિયત વિદ્યાર્થીઓની સંખ્યા 36 હતી, જેના બદલે સુધારો કરીને 25 સંખ્યા કરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ગના નિયત વિદ્યાર્થીઓની સંખ્યા 24 હતી. જેમાં સુધારો કરીને 18 સંખ્યા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ ખાસ વાંચે! શું ધોરણ 9 થી 12 માં ચાલુ શૈક્ષણિક સત્રમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે?

અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 9 થી 12 માં ચાલુ શૈક્ષણિક સત્રમાં રજિસ્ટર્ડ (નિયત) વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવાની માંગ કરાઈ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વધુ બે વર્ષ રાહત આપવા શિક્ષણ વિભાગને અપીલ કરાઈ છે. મહામંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે કોરોનાથી કેટલું નુકસાન થશે, એ વિશે કોઈને ખ્યાલ ન હતો, કોરોનાના દૂરોગામી શું પરિણામ આવશે એનો કોઈ અંદાજ નહતો. અગાઉ અમે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા કરેલી માગ શિક્ષણ વિભાગે બે વર્ષ માટે માન્ય રાખી હતી.

ધોરણ 9 થી 12 માં શહેરી વિસ્તારમાં એક વર્ગમાં નિયત વિદ્યાર્થીઓની સંખ્યા 36 હતી, જેના બદલે સુધારો કરીને 25 સંખ્યા કરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ગના નિયત વિદ્યાર્થીઓની સંખ્યા 24 હતી. જેમાં સુધારો કરીને 18 સંખ્યા કરવામાં આવી હતી. આ સિવાય શહેરી વિસ્તારમાં એક કરતા વધારે વર્ગો માટે 60 + 36 ને બદલે 42 + 25 સંખ્યા જાળવવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક કરતા વધારે વર્ગો માટે 60 + 24 ને બદલે 42 + 18 વિદ્યાર્થીઓની સંખ્યા જાળવવાનો નિર્ણય લેવાયો હતો.

જો કે હવે શિક્ષણ વિભાગના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થતાં ફરી જૂના નિયમ મુજબ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ DEO દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એ જોતા શિક્ષણ વિભાગ હજુ બે વર્ષ સુધી રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યામાં રાહત આપે એવી અપીલ કરીએ છીએ. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા અંગે જાહેરાત કરતો શિક્ષણ વિભાગ પરિપત્ર કરે, જેથી DEO દ્વારા કોઈ સ્કૂલને હેરાનગતિ નાં કરવામાં આવે, અને શિક્ષણ વ્યવસ્થા સુચારૂરૂપે યથાવત રહી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news