શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? આગાહીકાર પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો

Gujarat Weather: એવી વાત સામે આવી હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક નહીં બે બે વાવાઝોડા અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, પરંતુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકશે આ સમાચાર બિલકુલ અફવા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટમાં એક એવી અફવા છે કે એક વાવાઝોડું 15મી ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં ત્રાટકશે.

શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? આગાહીકાર પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો

Gujarat Weather Forecast: તાજેતરમાં બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત મિચોંગે ઘણી તબાહી મચાવી હતી. ત્યારબાદ એવી વાત સામે આવી હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક નહીં બે બે વાવાઝોડા અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, પરંતુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકશે આ સમાચાર બિલકુલ અફવા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટમાં એક એવી અફવા છે કે એક વાવાઝોડું 15મી ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં ત્રાટકશે. પરંતુ તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું સર્જાય તેવા હાલ કોઈ સંકેત નથી.

સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. હવેના દિવસો ગુજરાતીઓ માટે કાઢવા કપરા બની જશે. કારણ કે, આકાશમાંથી એક નહિ, બે આફત વરસવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, કાતિલ ઠંડી સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં કમોસમી વરસાદની વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ હાડ થીજવતી ઠંડી પડશે તેવુ પણ જણાવ્યું છે.

પરેશ ગોસ્વામીએ કર્યો ખુલાસો
પરેશ ગોસ્વામીએ એક વીડિયોમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ્સ પર એક એવી વાત ચાલી રહી છે કે 15 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે, પરંતુ મેં અગાઉ પણ કહ્યું હતું કે આ વાત બિલકુલ ખોટી છે. અફવા ચાલી રહી છે કે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે અને 15મી તારીખની આસપાસ ગુજરાત પર આવશે, આ તમામ વાત ખોટી છે. અત્યારે અરબી સમુદ્રની અંદર કોઇ વાવાઝોડું બનવાનું નથી.

પહેલા વાવાઝોડાની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 12-13 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે. 

બીજું વાવાઝોડું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.

ઘાતક હિમવર્ષા થશે 
તેમણે કહ્યું કે, લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news