આજે 'વિશ્વ રેડિયો દિવસ': રેડિયો પ્રેમીઓ માટે કરાયું ખાસ આયોજન, 100 કરતાં વધુ હેરિટેજ રેડિયોનું પ્રદર્શન

World Radio Day : 13 મી ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

આજે 'વિશ્વ રેડિયો દિવસ': રેડિયો પ્રેમીઓ માટે કરાયું ખાસ આયોજન, 100 કરતાં વધુ હેરિટેજ રેડિયોનું પ્રદર્શન

World Radio Day 2024, ઝી બ્યુરો/અમદાવાદ: 13મી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે મનાવવામાં આવે છે. 13 મી ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન આવેલા છે. વિકસતા હોય તેવા દેશોના લગભગ 75% ઘરોમાં રેડિયોને પ્રસારણ ઉપલબ્ધ છે. વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ દ્વારા એક વિશેષ હેરિટેજ રેડિયો મ્યુઝિયમનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 6 સુધી આકાશવાણીના બિલ્ડીંગમાં કરવામાં આવ્યું છે. 

No description available.

આ દિવસે રેડિયો પ્રેમીઓને 100 કરતાં વધુ હેરિટેજ રેડિયો આકાશવાણીમાં જોવા મળ્યા હતા. આ રેડિયો જુના જમાનાના અલગ અલગ બ્રાન્ડના વાલ વાળા રેડિયો છે. આ ઉપરાંત અહીં પણ જોવા મળશે નવી પેઢીને અહીંયા આગરામાં પણ પ્લેયર ઉપર ગાંધીજીનો અવાજ પણ સાંભળવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news