91 વર્ષ પહેલા પડદા પર દેખાયો હતો સૌથી લાંબો 'Kissing Scene',આજ સુધી નથી તૂટ્યો રેકોર્ડ

ફેબ્રુઆરી મહિનો લવબર્ડ્સ માટે ખુશીઓ લઈને આવે છે. પ્રેમ અને અભિવ્યક્તિના આ મહિનામાં કપલ્સ ખાસ તૈયારી કરે છે. આજે કિસિંગ ડે છે અને અમે તમને બોલીવુડના ઈતિહાસના સૌથી લાંબા કિસિંગ સીન વિશે જણાવી રહ્યાં છીએ.

91 વર્ષ પહેલા પડદા પર દેખાયો હતો સૌથી લાંબો 'Kissing Scene',આજ સુધી નથી તૂટ્યો રેકોર્ડ

મુંબઈઃ આજના સેલિબ્રિટીઝ માટે કિસ એક સામાન્ય બાબત બની ગઈ છે, પછી ભલે તે વાસ્તવિક જીવનમાં હોય કે સ્ક્રીન પર. ફિલ્મો સિવાય જ્યારે પણ કોઈ સેલિબ્રિટી કોઈ ઈવેન્ટમાં મળે છે ત્યારે તે ઘણીવાર આ રીતે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. ભારતમાં જ્યારથી તેઓ સ્ક્રીન પર દેખાવા લાગ્યા છે ત્યારથી ચુંબન દ્રશ્યો ટ્રેન્ડમાં છે. જ્યારે બોલિવૂડમાં એક સમય એવો હતો કે જ્યારે ઓન-સ્ક્રીન પ્રેમને નાપસંદ કરવામાં આવતો હતો, પરંતુ 30 અને 40ના દાયકામાં ઓન-સ્ક્રીન કિસિંગ ખૂબ જ સામાન્ય બની ગયું હતું.

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આજે કિસ ડે છે. એટલે અમે તમને કિસની એક ખાસ સ્ટોરી જણાવી રહ્યાં છીએ. શું તમે જાણો છો કે ભારતીય સિનેમાની પ્રથમ ઓન-સ્ક્રીન કિસ ઈન્ડસ્ટ્રીનો સૌથી લાંબો કિસિંગ સીન હતો. તેને કરનારી અભિનેત્રી ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી. કિસ ડે 2024 પર આપણે ભારતીય સિનેમાની પ્રથમ કિસ પર એક નજર કરીએ.

1933માં પડદા પર દેખાયો હતો કિસ સીન
1933માં ફિલ્મ નિર્માતા અને અભિનેતા હિમાંશુ રાયે લંડનથી પરત ફર્યા બાદ કર્મા (Karma)નામની ફિલ્મ બનાવી હતી. તેમણે પોતાની ફિલ્મમાં ખુદ મુખ્ય ભૂમિકા ભજવી અ0ને પોતાની પત્ની દેવિકા રાનીને લીડ હીરોઈના રૂપમાં લીધી હતી. આ તેમની ભારતીય સિનેમામાં પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે એક કિસિંગ સીન દેખાડવામાં આવ્યો જે ચાર મિનિટ સુધી ચાલ્યો હતો.

એવું કહેવાય છે કે આ દ્રશ્ય ભારતીય સિનેમામાં ભૂતકાળના સૌથી લાંબા સમયગાળાના ચુંબન દ્રશ્યનો રેકોર્ડ ધરાવે છે. આ દ્રશ્ય ભારતીય સિનેમાનું પ્રથમ ચુંબન દ્રશ્ય હતું અને વિશ્વના સૌથી પહેલાના ચુંબન દ્રશ્યોમાંનું એક હતું. ત્યાર બાદ 91 વર્ષ વીતી ગયા છે પરંતુ આજ સુધી આ રેકોર્ડ તૂટ્યો નથી.

આ સીનથી બોલીવુડને મળી પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રી
દેવિકા રાની બોલીવુડની પ્રથમ અભિનેત્રી હતી જેને સુપરસ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી અભિનેત્રી દેવિકા રાનીએ બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દેવિકા રાની પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પોતાની અંગત બાબતોને લઈને પણ ચર્ચામાં રહી હતી. પરણ્યા પછી પણ દેવિકા રાનીનું દિલ કોઈ અન્ય સ્ટાર પર આવી ગયું હતું. જેની સાથે દેવિકા રાનીએ પણ રહેવાનું નક્કી કર્યું હતું. સૌથી લાંબી કિસ કરવાનો રેકોર્ડ દેવિકા રાનીના નામે 91 વર્ષથી રાજ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news