ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી કેમ છે ગાયબ? જાણો હવામાન વિભાગે શું આપ્યું મોટું નિવેદન?
Gujarat Weather Update: હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. હાલ ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના નહીં. પરંતુ આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળશે, એટલે રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે.
Trending Photos
Gujarat Weather 2022: ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. કારતક મહિનો પુરો થઈ ગયો છે અને માગસર માસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં ગુજરાતના ઠંડીની તંગી છે. હાલ રાજ્યના લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ઠંડી કેમ છે ગાયબ? તો આજે અમે તમારા માટે ખુશખબર લાવ્યા છીએ. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી ઠંડી પડશે તેની આગાહી કરી દીધી છે.
હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. હાલ ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના નહીં. પરંતુ આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળશે, એટલે રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે. 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2થી 4 ડીગ્રીનો ઘટાડો થશે. નલિયામાં અત્યાર સુધીનું સૌથી ન્યૂનતમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.5 ડીગ્રી, ગાંધીનગરમાં 14.9 ડીગ્રી તાપમાન છે. પરંતુ આગામી 48 કલાક પછી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના હવામાન વિભાગ જોઈ રહ્યું છે.
ક્લાઈમેટ બદલાઈ રહ્યાના અણસાર આપે છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ડીપ્રેસનની સિસ્ટમે પવનની દિશા અને દશા બદલી નાંખી હતી પરંતુ, હવે આ સિસ્ટમ પસાર થઈ જવા છતાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં હાલના સમયે ઠંડી દેખાઈ રહી નથી. પરંતુ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે તેથી તે બાદ ચમકારો વધવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉતર પૂર્વના પવનો ફૂંકાયા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાનું અનુમાન છે. 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનો અહેસાસ થશે. ઉતર, મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 8 ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં બેચરાજી, સમી હારીજમાં ઠંડી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ વડોદરામાં પણ ઠંડીનું જોર 25 ડિસેમ્બર બાદ વધશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નાતાલ બાદ રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે અને 29 ડિસે થી 20 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા તો માવઠાની પણ શક્યતા છે. સામાન્ય રીતે આકાશમાં વાદળો આવતા ઠંડી ઘટે છે. પરંતુ જાન્યુઆરી 30-31માં હવામાન પલટો આવી શકે છે. 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે અને ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર વર્તાશે.
જાન્યુઆરી 2023માં 11થી13 તારીખે પણ પલટો આવી શકે છે. દરિયાકિનારે પવન રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે સેવી છે અને કહ્યું છે કે આ વખતે ઠંડી અને વાદળછાયા વાતાવરણની શક્યતા છે. બીજી બાજુ ઉ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 ડિગ્રી નીચું તાપમાનની શક્યતા છે. મહત્વનું છે કે અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનુ પ્રમાણ ફરી વધુ જોવા મળ્યું છે. આજથી શહેરમાં સામાન્ય કરતાં વધુ સામાન્ય તાપમાનના લગભગ એક અઠવાડિયા પછી જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ રવિવારથી પારો ગગડવાની સંભાવના છે. આથી રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો અનુભવ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે