Fact Check: Aadhaar Card ધારકોને દર મહિને મળશે 3 હજાર રૂપિયા, જાણો વાયરલ મેસેજનું સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકોને  (Aadhaar Card Update) ને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપી રહી છે. 

Fact Check: Aadhaar Card ધારકોને દર મહિને મળશે 3 હજાર રૂપિયા, જાણો વાયરલ મેસેજનું સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં (Viral Video) દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકો (Aadhaar Card Update) ને દર મહિને 3 હજાર રૂપિયા આપી રહી છે. આવો જાણીએ વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય શું છે? આ દાવો ખરેખર નકલી છે અને સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીઆઈબી ફેક્ટ ચેક તરફથી તેની જાણકારી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવા ભ્રામક મેસેજ પર ધ્યાન આપો નહીં. 

PIB Fact Check એ ટ્વીટ કરી કહ્યું, 'દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બધા આધાર કાર્ડ ધારકોને દર મહિને 3 હજાર રૂપિયા આપી રહી છે. પરંતુ આ દાવો ખોટો છે અને તેનો કોઈ આધાર નથી. આવા ભ્રામક વીડિયો અને સંદેશાને શેર કરો નહીં.' નોંધનીય છે કે વાયરલ થઈ રહેલા વીડિયો મેસેજમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે બધા આધાર કાર્ડ ધારકોને દર મહિને 3000 રૂપિયા મળશે. તે માટે જલદી અરજી કરો.

▶️ This claim is #Fake.

▶️ No such announcement has been made by the Government of India. pic.twitter.com/wgyS5MRexd

— PIB Fact Check (@PIBFactCheck) December 20, 2022

▶️ इस #YouTube वीडियो में किया गया दावा फ़र्ज़ी है।

▶️ऐसी भ्रामक वीडियो और संदेशों को साझा ना करें। pic.twitter.com/niGpC1BTzl

— PIB Fact Check (@PIBFactCheck) December 20, 2022

નોંધનીય છે કે સોશિયલ મીડિયા ક્રાંતિ વચ્ચે ફેક ન્યૂઝનું પૂર આવી ગયું છે. દરરોજ આવા મેસેજ અને વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં સરકારના નામને લઈને ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે પીઆઈબીએ ફેક્ટ ચેકની શરૂઆત કરી છે. 

✔️This claim is #Fake.

✔️No such law has been introduced. pic.twitter.com/TDnF7TtRB4

— PIB Fact Check (@PIBFactCheck) December 20, 2022

આ પહેલા યૂટ્યૂબ પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર બધા આધાર કાર્ડ ધારકોને 80,000 રૂપિયા આપી રહી છે. પરંતુ આ દાવો જૂઠ્ઠો અને પાયાવિહોણો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે આવા ભ્રામક વીડિયો પર વિશ્વાસ કરો નહીં.

એક અન્ય મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના બેઠળ બધાને આપી રહી છે 40,000 રૂપિયાની રકમ. પરંતુ આ દાવો પણ ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના નામની કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. નોંધનીય છે કે સરકાર તરફથી વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news