ફરી કેમ વડોદરાવાસીઓ મુકાયા આકાશી આફતના ઓછાયામાં? જાણો હકીકત દર્શાવતો આ રિપોર્ટ
વડોદરાના સાવલીમાં ડેસર રોડ પર 24 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવે નવા બ્રિજમાં ઉદ્ધાટન પહેલાં જ તિરાડો પડી ગઈ. કરળ નદી પર બનાવેલો આ બ્રિજ હજુ તો નેતાજી આવે અને તેની રીબન કાપે તેની રાહ જોવાઈ રહી હતી.
Trending Photos
Gujarat Monsoon 2024: વરસાદ આવે તો તંત્રની સાચી કામગીરીની તુલના જરૂરથી થઈ જાય છે. ગુજરાતમાં હજુ આ વરસાદનો બીજો રાઉન્ડ છે પરંતુ, રોડ રસ્તાઓની વાસ્તવિકતા અત્યારથી જ સામે આવવા લાગી છે. જે રસ્તાઓને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવા દાવાઓ કરવામાં આવ્યા હતા એવા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાય ગયા છે. ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. લોકો હેરાન છે. દરેક જગ્યાએ એક જ સવાલ છે કે આ રોડ રસ્તાઓ માટે અમે સરકારને ટેક્સ ભરીએ છીએ. રોડ રસ્તાની હકીકત દર્શાવતો જુઓ આ રિપોર્ટ..
રોડ પર ખાડા, તિરાડો અને રસ્તા ધોવાયાના દ્રશ્યો હવે તમને રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં જોવા મળશે. વરસાદ બાદ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યની જનતા હવે ટેવાય ગઈ છે. પ્રથમ વરસાદમાં જ મોડાસા-શામળાજી હાઈવે તૂટી ગયો, રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. વરસાદના કારણે સ્ટેટ હાઈવે તૂટી જવાના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ઈસરોલ, જીવણપુર પાસેનો આ રસ્તો ખખડધજ બની ગયો છે.
પરિસ્થિતિ સુરત શહેરમાં પણ કંઈક આ પ્રકારની જ છે. સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો એમાં કોઈ શંકા નથી પરંતુ, વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા બાદ હવે રોડ ધોવાઈ જવાની નવી સમસ્યા સામે આવી છે. સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. રોડ રસ્તા માટે પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ, એ ખર્ચની કોઈ કિંમત નથી..
વડોદરાના સાવલીમાં ડેસર રોડ પર 24 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવે નવા બ્રિજમાં ઉદ્ધાટન પહેલાં જ તિરાડો પડી ગઈ. કરળ નદી પર બનાવેલો આ બ્રિજ હજુ તો નેતાજી આવે અને તેની રીબન કાપે તેની રાહ જોવાઈ રહી હતી પરંતુ જૂનો બ્રિજ જર્જરિત થઈ જતાં 2 દિવસથી આ નવા બ્રિજ ડાયવર્ઝન અપાયું હતું. જો કે ત્રીજા દિવસે જ નવે નવા બ્રિજમાં તિરાડો પડી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે