વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો, પ્રાથમિક શાળાની દુર્દશા આવી સામે

ગુજરાતમાં સરકાર દ્વારા ભલે શિક્ષણની સારી સુવિધાના દાવાઓ કરવામાં આવે પરંતુ હકીકત કંઈક જુદી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત ખરાબ છે. કેટલીક શાળામાં ઓરડાઓ નથી કો ક્યાંક શિક્ષકોની ઘટ છે. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો કઈ રીતે ભણશે?

વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો, પ્રાથમિક શાળાની દુર્દશા આવી સામે

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવે છે, બાળકો શાળામાં આવે તે માટે જાતભાતના કાર્યક્રમ કરવામાં આવે છે, પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના કાર્યક્રમ કરીને નેતાઓ અને અધિકારીઓ વાહવાહી મેળવી લે છે. પરંતુ જ્યાં બાળકો ભણે છે તે શાળાઓની સ્થિતિ સાવ બત્તર બનેલી છે. વાત વલસાડ જિલ્લાની છે, જ્યાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓ જર્જરિત મકાનમાં ચાલી રહી છે. એટલું જર્જરિત બાંધકામ છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે...ત્યારે કઈ છે આ શાળા?...જુઓ આ અહેવાલમાં....

વિકસિત અને સમગ્ર દેશમાં જેના વિકાસની ચર્ચા થાય છે તે ગુજરાતની એક શાળાના આ દ્રશ્યો છે...દ્રશ્યો વાપી તાલુકાના દેગામ પ્રાથમિક શાળાના છે...શાળા દારૂણ સ્થિતિમાં છે...અને આ સ્થિતિ છેલ્લા એક વર્ષથી છે. પરંતુ નતો અધિકારી સાંભળે છે...નતો જનતાએ ચૂંટેલા કોઈ જનપ્રતિનિધિ સાંભળે છે...પરંતુ બાળકો પોતાનું ભવિષ્ય ઘડવા માટે મક્કમ છે તો જ્યાં જગ્યા મળે ત્યાં ભણવા બેસી જાય છે. હાલ દેગામ ગ્રામ પંચાયત પાસે આવેલા એક ગોડાઉનના સેડ નીચે હાલ જીવનનું ઘડતર કરી રહ્યા છે...

દેગામ પ્રાથમિક શાળાની જે મકાન છે તે 60 વર્ષ જુનું થઈ છે. હાલ આ શાળામાં ક્યાં બેસી શકાય તેવી સ્થિતિ નથી...કારણ કે નળિયાવાળા આ મકાનમાં એક પણ ઓરડો બેસવા લાયક રહ્યો નથી...દિવાલો ક્ષતિગ્રસ્ત બની ગઈ છે. છત પરથી પોપડા પડે છે. મકાન એટલું જર્જરિત થઈ ગયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે..તેથી જ શાળાના શિક્ષકોએ સતર્કતાના ભાગરૂપે બાળકોને ખુલ્લા સેડ નીચે ભણાવવાનું નક્કી કર્યું છે...જો શાળામાં ભણાવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે.

ગ્રામ પંચાયત કચેરીમાં પતરાના સેડ નીચે ધોરણ એકથી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ સાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે...તો બાળકોનો પોષણક્ષમ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મળતું ભોજન પણ ખખડી ગયેલી કોઈ જગ્યા નીચે બનાવવામાં આવે છે. જેના કારણે ભોજનની ગુણવત્તા પણ સારી ન રહે તેવું બની શકે....કુલ 144 બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. બધા જ ધોરણના વિદ્યાર્થી સાથે ભણતા હોવાથી શિક્ષણનું સ્તર કેવું હશે તે સમજી શકાય છે. તો આ મામલે અમને એ પણ જાણવા મળ્યું કે શાળાના ઓરડા નવા બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ અધિકારીઓ અને તંત્ર કોઈ કામગીરી ન કરતાં મંજૂરી માત્ર ફાઈલોમાં જ દબાયેલી પડી છે. 

કેવી છે સ્થિથિ?
ગ્રામ પંચાયત કચેરીમાં પતરાના સેડ નીચે ધોરણ 1થી 8ના વિદ્યાર્થી ભણે છે. કુલ 144 બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ સાથે ભણતા હોવાથી શિક્ષણનું સ્તર કેવું હશે તે સમજી શકાય છે. શાળાના ઓરડા નવા બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે. તંત્ર કોઈ કામગીરી ન કરતાં મંજૂરી માત્ર ફાઈલોમાં જ દબાયેલી પડી છે.

ખીચોખીચ બેસીને ભણવા માટે મજબૂર ભૂલકાઓને ક્યારે સરકાર વધુ ઓરડા બનાવી આપે છે તે જોવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news