કેમ 15 દિવસથી નથી પકડાતો રાજકોટમાં ફરતો દીપડો? એક નહિ, અનેક કારણો, જાણો અત્યાર સુધી ક્યાં ક્યાં દેખાયો?
રાજકોટમાં છેલ્લા 15 દિવસથી દીપડાની દહેશત છે. શહેરની સોસાયટી સુધી પહોંચી ગયેલા આ દીપડાને કારણે શહેરીજનોમાં ફફડાટ છે. રાજકોટવાસીઓ મોર્નિંગ વોકિંગ કે રાત્રે બહાર નીકળી શક્તા નથી. તો ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો ખોફ વચ્ચે જીવી રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: જંગલ વિસ્તારમાં રહેતો જંગલી દીપડો રાજકોટમાં ઘૂસી ગયો છે. જેના કારણે રાજકોટવાસીઓ ભયમાં જીવી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં દેખા દેતો આ દીપડો પાંજરે પુરાઈ રહ્યો નથી. વન વિભાગે અનેક જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ દીપડો હાથતાળી આપી રહ્યો છે. ત્યારે 15 દિવસથી શહેરમાં ફરતો દીપડો ક્યારે પકડાશે?
રાજકોટમાં છેલ્લા 15 દિવસથી દીપડાની દહેશત છે. શહેરની સોસાયટી સુધી પહોંચી ગયેલા આ દીપડાને કારણે શહેરીજનોમાં ફફડાટ છે. રાજકોટવાસીઓ મોર્નિંગ વોકિંગ કે રાત્રે બહાર નીકળી શક્તા નથી. તો ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો ખોફ વચ્ચે જીવી રહ્યા છે. માલઢોરને બચાવવા મથામણ કરી રહ્યા છે. પરંતુ દીપડો પાંજરે પુરાવાની જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં હાજરી પુરાવીને શહેરીજનોને ડરાવી રહ્યો છે.
રાજકોટમાં દીપડાની દહેશત છે, લોકો દીપડો દેખ્યાના દાવા કરી રહ્યા હતા. પરંતુ દીપડો અત્યાર સુધી ક્યાંય કેમેરામાં કેદ થયો ન હતો. પરંતુ પહેલીવાર એવું બન્યું કે શહેરના કાલાવડ રોડ પર દીપડાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. કાલાવડ રોડ પર આવેલી RPJ હોટલ પાસે દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો છે. જેના કારણે હવે એતો પાક્કુ થઈ ગયું છે કે દીપડો હજુ શહેરમાં જ ફરી રહ્યો છે. CCTVમાં કેદ થયેલો દીપડો 15 દિવસ બાદ પણ પાંજરામાં કેદ થયો નથી જેના કારણે શહેરીજનોનો ડર વધારે વધી ગયો છે.
જો અત્યાર સુધી રાજકોટમાં દીપડાએ ક્યાં ક્યાં દેખા દીધી તેની વાત કરીએ તો, રાજકોટમાં કાલાવડ રોડ, રૈયા વિસ્તાર, રામનગર, મુંજકા, કણકોટ, વગુડળ, કૃષ્ણનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેતપુર અને કેરાળીનો સમાવેશ થાય છે. તમામ જગ્યાએ વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે. પરંતુ હોશિયાર દીપડો વન વિભાગને ધક્કો ચડાવતો હોય તેમ લાગી રહ્યું છે.
અત્યાર સુધી ક્યાં ક્યાં દેખાયો દીપડો?
- કાલાવડ રોડ, રૈયા વિસ્તાર, રામનગર
- મુંજકા, કણકોટ, વગુડળ, કૃષ્ણનગર
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેતપુર, કેરાળી
રાજકોટમાં ફરી રહેલા દીપડાની ઉંમર 3થી 4 વર્ષ હોવાનો અંદાજ છે. જો કે સૌથી સારી વાત એ છે કે હજુ સુધી કોઈ માનવ હુમલાની ઘટના સામે આવી નથી. પરંતુ માલઢોરને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે 15 દિવસથી ફરતો દીપડો ક્યારે પાંજરે પુરાય છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે