અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ? : આ 2 નામો છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ 'અનલકી' નીકળ્યા

Ahmedabad Police Commissioner : સરકારમાં દરેક વખતે સંજય શ્રીવાસ્તવને સાઈડલાઈન કરાયા છે. દિલ્હી સુધી મોકલવામાં આવેલા નામોમાં પણ સંજય શ્રીવાસ્તવનું નામ મોકલાયું ન હતું

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ? : આ 2 નામો છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ 'અનલકી' નીકળ્યા

Ahmedabad New Police Commissioner : બજેટ સત્ર પછી DDO, કલેક્ટર, કમિશનર સ્તરે થોડા અંશે તેમજ સેક્રેટરીએટમાં મોટાપાયે IAS ઓફિસરોમાં બદલીઓનો ધાણવો કૂટાય તેવી સંભાવના છે. IPS સંજય શ્રીવાસ્તવની નિવૃત્તિ સાથે એપ્રિલમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત કેટલાક જિલ્લા પોલીસ અધિકારીઓની રેન્જમાં પણ બદલાવ નિશ્ચિત છે. આ પૂર્વ તૈયારીના ભાગરૂપે સપ્તાહે IPS સમશેરસિંહને વડોદરા પોલીસ કમિશનર તરીકે ય રાખીને DGP પદે પ્રમોટ કરાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સમશેરસિંહ કે સુરત પોલીસ કમિશનર અજય તોમર એ બે નામો હાલમાં સ્પર્ધામાં હોવાનું કહેવાય છે. સૌથી મોટી ચર્ચા એ સંજય શ્રીવાસ્તવની છે. એક વર્ષ પહેલાં સંજય શ્રીવાસ્તવનું નામ ડીજીપી પદ માટે ચર્ચામાં હતું. જેઓએ તૈયારીઓ પણ કરી લીધી હતી, પણ આખરી તબક્કે ભાટિયાનો કાર્યકાળ વધારાતાં સંજય શ્રીવાસ્તવની મનની મનમાં રહી ગઈ હતી. હવે સંજય શ્રીવાસ્તવ પાસે નોકરીનો સમય વધારે નથી. 

ગુજરાત સરકાર સંજય શ્રીવાસ્તવને 3 મહિના માટે ડીજીપી બનાવી શકી હોત, પણ હાલમાં વિકાસ સહાયને કાર્યકારી બનાવી સંજય શ્રીવાસ્તવના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું છે. કારણ કોઈ પણ હોય, દરેક સરકારે સંજય શ્રીવાસ્તવને સાઈડલાઈન રાખ્યા છે. દિલ્હી સુધી મોકલવામાં આવેલા નામોમાં પણ સંજય શ્રીવાસ્તવનું નામ મોકલાયું ન હતું. આમ ગત વર્ષે તો ચાન્સ મળ્યો ન હતો. સરકાર એમને 3 મહિના માટે ડીજીપી બનાવી શકી હોત, પણ વિકાસ સહાયને આ તક આપી છે. અમદાવાદમાં પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવની કામગીરી સારી હોવા છતાં તેઓ સરકારની ગુડબુકમાં ના આવી શકતાં તેઓએ આ પદથી વંચિત રહી ગયા છે.

આ પણ વાંચો : 

1991 ની બેચને ACS દરજ્જાના પ્રમોશત માટે માર્ગ મોકળો
રાજ્યના મુખ્ય સચિવપદેથી પંકજકુમારની વિદાય તથા અધિ મુખ્ય સચિવ વિપુલ મિત્રાન એક્સ-કેડર પોસ્ટ ઉપર સ્થળાંતર કારણે વર્ષ ૧૯૯૧ બેચન અગ્રસચિવોના એસીએસ દર પ્રમોશન માટે હવે માર્ગ મોકળો થયો છે, જેઓ છેલ્લા એક વર્ષથી આતુર નયને ઇન્તેજારમાં હતા. આ બેચમાં ડૉ. અંજુ શર્મા, એસ.જે. હૈદર અને જગદીશ પ્રસાદ ગુપ્તા સમાવિષ્ટ છે. નિયમ મુજબ મુખ્ય સચિવ સહિત એસીએસની ૬ કેડર પોસ્ટ અને એટલી જ એક્સ-કેડર પોસ્ટ મળીને ૧૨ જગ્યા રાજ્યમાં છે, પણ અત્યાર સુધી સીએસ સહિત ૧૩ એસીએસ હતા. હવે સીએસ સાથે કેડર પોસ્ટ ચાર થતાં ટૂંક સમયમાં એસીએસના પ્રમોશન જાહેર થવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news