રાજકોટઃ કોંગ્રેસ શહેર પ્રમુખનો તાજ કોના શિરે? જૂના જોગીઓના નામ મોખરે

રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત 17 જિલ્લા અને શહેરના પ્રમુખની નિમણુક ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સંગઠનની નિમણુંક સહિતના મુદ્દે તૈયારી શરૂ કરવામાં આવી છે.

રાજકોટઃ કોંગ્રેસ શહેર પ્રમુખનો તાજ કોના શિરે? જૂના જોગીઓના નામ મોખરે

રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ પદ માટે પસંદગીનો મુદ્દે પ્રદેશ કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે. કોંગ્રેસના પ્રમુખ પદ માટે પસંદગીનો મુદ્દો પ્રદેશ માટે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પદ માટે જુના જોગીઓના નામ મોખરે છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ માટે પ્રદિપ ત્રિવેદી, મુકેશ ચાવડા અને અશોક ડાંગરનું નામ મોખરે હોવાની વાત સામે આવી છે.

તો બીજી બાજુ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે એ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જુથવાદના લોબિંગ વચ્ચે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત 17 જિલ્લા અને શહેરના પ્રમુખની નિમણુક ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સંગઠનની નિમણુંક સહિતના મુદ્દે તૈયારી શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news