કોણ છે Amul નવા MD જયેન મહેતા, સોઢીના ચાર દાયકાના શાસનનો અંત

RS Sodhi Quits AMUL : અમૂલમાં આરએસ સોઢીના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો, ત્યારે નવા નિમાયેલા એમડી જયેન મહેતા કોણ છે તે જાણી લઈએ

કોણ છે Amul નવા MD જયેન મહેતા, સોઢીના ચાર દાયકાના શાસનનો અંત

Jayen Mehta New MD Amul : ગુજરાતના સહકારી ક્ષેત્રમાંથી આવેલા મોટા સમાચાર સૌને હચમચાવી દીધા છે. અમુલના એમડી પદેથી આર. એસ સોઢીનું રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. અમુલ ડેરી માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ મોટું નામ ધરાવે છે. તેમના એમડી તરીકે આર એસ સોઢી ઘણા સમયથી સેવા આપી રહ્યાં હતા. પરંતુ હવે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો તાત્કાલિક અસરથી જયેન મહેતાને એમડીનો ચાર્જ સોંપાયો છે. ત્યારે કોણ છે જયેન મહેતા એ પણ જાણીએ...

અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની જગ્યાએ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ત્યારે જયેન મહેતાને ગત 2022 ના ફેબ્રુઆરી મહિનામાં GCMMF ના સીઓઓ પ્રમોટ કરાયા હતા. લગભગ એક વર્ષ બાદ તેમને એમડીનો ચાર્જ સોંપાયો છે.

31 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે 
જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. જયેન મહેતા GCMMF માં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. તેમને ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના સીઓઓ તરીકે પ્રમોટ કરાયા હતા. તેઓ આ પહેલા પ્લાનિંગ અને માર્કેટિંગમાં કાર્યરત હતા. GCMMF બોર્ડની 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે જયેન મહેતાને COO તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયેન મહેતાને આ સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટિંગ), જીસીએમએમએફ (અમૂલ) ને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

મળી મોટી જવાબદારી
આર એસ સોઢીની હકાલપટ્ટી બાદ જયેન મહેતા પર વિશ્વાસ મુકી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પોતાના કાર્યક્ષેત્રે કુશળ હોવાથી જયેન મહેતા અમૂલને નવા શિખરો સર કરાવશે. વિશ્વ ફલક પર ગુજરાતનું નામ વધુ ચમકશે. તેની આશાઓ છે. 

સોઢીના ચાર દાયકાના શાસનનો અંત
ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. આર. એસ. સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના એમ ડી આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી આર એસ સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ જયેન મહેતાને મેનેજિંગ ડાયરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અમૂલનુ વાર્ષિક ટર્નઓવર
ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલનું વાર્ષિક ટર્નઓવર રૂ.૬૧૦૦૦ કરોડ પર છે. હાલમાં વિશ્વમાં ૮મા સૌથી મોટા ડેરી સંગઠન તરીકે સ્થાન ધરાવનાર અમૂલ ફેડરેશને ગત વર્ષની સરખામણીમાં ટર્નઓવરમાં ૧૮.૪૬ ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. અમૂલમાં એવી ટેકનોલોજી પર પણ કામ થઇ રહ્યું છે, જે ઝડપથી બગડી જતી દૂધ આધારિત ભારતીય મીઠાઈઓ અને ડેઝર્ટ્સનો ૪૫ દિવસ સુધી અને તેથી વધુ સમય સંગ્રહ કરી શકે. અમૂલનો નજીકના ભવિષ્યમાં રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ બનશે અને આગામી બે વર્ષની અંદર દિલ્હી, વારાણસી, રોહતક અને કોલકાતા, બાગપતમાં પણ મોટા ડેરી પ્લાન્ટ્સ શરૂ થઈ કરવાનો અંદાજ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news