WHO ચીફ ટેડ્રોસે ગુજરાતીમાં બોલ્યા, PM મોદીનો માન્યો આભાર, કહ્યું; 'હું પણ બોલિવૂડ ફેન'

ટેડ્રોસે કહ્યું કે, WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે અમે શરૂ કરી રહ્યા છીએ તે પુરાવા આધારિત પરંપરાગત દવાને મજબૂત કરવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે હું પીએમ મોદી અને ભારત સરકારનો આભારી છું.

WHO ચીફ ટેડ્રોસે ગુજરાતીમાં બોલ્યા, PM મોદીનો માન્યો આભાર, કહ્યું; 'હું પણ બોલિવૂડ ફેન'

WHO chief thanks PM Modi: ગુજરાતના જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે ગુજરાતીમાં જનતાને શુભેચ્છા પાઠવી અને PM મોદીનો આભાર માન્યો.

ટેડ્રોસે કહ્યું કે, WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે અમે શરૂ કરી રહ્યા છીએ તે પુરાવા આધારિત પરંપરાગત દવાને મજબૂત કરવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે હું પીએમ મોદી અને ભારત સરકારનો આભારી છું.

— ANI (@ANI) April 19, 2022

ટેડ્રોસે કહ્યું- 'હું પણ બોલિવૂડનો ફેન'
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડીજી ટેડ્રોસે કહ્યું કે WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કોઈ સંયોગ નથી. મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવા વિશે સારી રીતે શીખવ્યું અને હું ખૂબ આભારી છું. હું પણ 'બોલીવુડ' મૂવીઝ જોઈને મોટો થયો છું અને હું સમજું છું કે સ્વિસ આલ્પ્સ 'બોલીવુડ' ચાહકો માટે એક પ્રિય સ્થળ છે.

ખર્ચ માટે આભાર
કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, વચગાળાના કાર્યાલય સાથે કેન્દ્રની સ્થાપના માટે 250 મિલિયન યુએસ ડોલરના રોકાણ અને સંચાલન ખર્ચ પ્રત્યે 10 વર્ષની પ્રતિબદ્ધતા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. જે દિવસથી મેં પીએમ મોદી સાથે વાત કરી ત્યારથી તેમની પ્રતિબદ્ધતા અદ્ભુત હતી અને હું જાણતો હતો કે આ કેન્દ્ર સારા હાથમાં હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news