Kajal Agarwal Gave Birth Baby Boy: બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ

Kajal Agarwal Gave Birth Baby Boy: બોલીવુડ અને સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પુત્રને જન્મ આપ્યો છે. જો કે, કાજલ અને તેના પતિ ગૌતમ કિચલૂએ તેમના માતા-પિતા બનાવાની કોઈ ઓફિશિયલ જાણકારી આપી નથી.

Kajal Agarwal Gave Birth Baby Boy: બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ

Kajal Agarwal Gave Birth Baby Boy: અજય દેવગન સાથે 'સિંઘમ' ફિલ્મમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અને સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ માતા બની ગઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. કાજલ અગ્રવાલની આ ગુડન્યૂઝને સાંભળી તેના ચાહકો ખુબ જ ખુશ છે. જો કે, કાજલ અને તેના પતિ ગૌતમ કિચલૂએ તેમના માતા-પિતા બનાવાની કોઈ ઓફિશિયલ જાણકારી આપી નથી. પરંતુ ફેન્સ અત્યારથી જ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

ચાહકોને આપી હતી પ્રેગ્નેન્સીની જાણકારી
કાજલ અગ્રવાલે 2022 ની શરૂઆતમાં જ એક પોસ્ટ કરી પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી ચાહકોને આપી હતી. તે પ્રગ્નેન્સી પીરિયડમાં ઘણી એક્ટિવ હતી. તેણે પતિ ગૌતમ કિચલૂ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોશૂટ પણ કરાવ્યો હતો. જો ઘણો ચર્ચામાં રહ્યો હતો. હવે ફેન્સ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના પુત્રની એક ઝલક જોવા માટે અધિરતાથી રાહ જોઈ રહ્યા છે.

બે વર્ષ પહેલા કપલે કર્યા હતા લગ્ન
કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબર 2020 ના એક પ્રાઈવેટ સેરેમનીમાં ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતા. કપલના વેડિંગ ફન્ક્શન્સમાં લગભગ મિત્ર અને પરિવારના લોકો સામેલ થયા હતા. જણાવી દઇએ કે, કાજલનો પતિ ગૌતમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નથી. તે એક બિઝનેસમેન છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રતા જોતજોતામાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news