વ્હાઇટ ટાઇગર વધારશે સુરતની શાન, નવા વર્ષે મળશે સફેદ વાઘની ભેટ

સરથાણાના નેચર પાર્કમાં 5 વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતા નેચર પાર્કની શોભામાં વધારો થયો છે. આગામી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘ યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. જો તમામ પ્રક્રિયાઓ સારી રીતે પાર પડશે તો ઉનાળાના વેકેશન દરમિયાન વ્હાઇટ ટાઇગર સુરતની શાન બનશે. મહત્વની બાબત છે કે, રાજકોટ ઝુમાંથી જ વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવશે. આ અંગેની મૌખીજ મંજુરી મળી ચુકી છે. ટુંક સમયમાં પાલિકા દ્વારા કાગળ પરની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. 
વ્હાઇટ ટાઇગર વધારશે સુરતની શાન, નવા વર્ષે મળશે સફેદ વાઘની ભેટ

સુરત : સરથાણાના નેચર પાર્કમાં 5 વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતા નેચર પાર્કની શોભામાં વધારો થયો છે. આગામી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘ યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. જો તમામ પ્રક્રિયાઓ સારી રીતે પાર પડશે તો ઉનાળાના વેકેશન દરમિયાન વ્હાઇટ ટાઇગર સુરતની શાન બનશે. મહત્વની બાબત છે કે, રાજકોટ ઝુમાંથી જ વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવશે. આ અંગેની મૌખીજ મંજુરી મળી ચુકી છે. ટુંક સમયમાં પાલિકા દ્વારા કાગળ પરની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. 
રાજકોટ ઝુ દ્વારા બેલાઇ છત્તીસગઢથી વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવ્યા હતા. બ્રિડિંગ બાદ તેને 6થી 8 બાળકો થતા હોવાનું પાલિકાના અધિકારીઓ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓ અનુસાર રાજકોટ ઝુ પાસે વ્હાઇટ ટાઇગર એપ્રોચ માટે  4 જળ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢનાં નવા રાયપુર દ્વારા મંજુરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે પાંચ વર્ષ બાદ આવી છે. 

જિનેટિકલી મોડીફાઇ થઇને વ્હાઇટ ટાઇગર બન્યા છે. નોર્મલ ટાઇગરમાં પણ 80 ટકા જીન હોય તો એક નોર્મલ અને એક બીજુ બચ્ચુ વ્હાઇટ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ ટાઇગર માટે ખાસ તકેદારી રાખવી પડે છે. તે ઠંડા વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા હોવાના કારણે ખાસ તકેદારી રાખવી પડતી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news