ફરી તથ્યકાંડ માટે તૈયાર રહેજો અમદાવાદીઓ! ઈસ્કોન બ્રિજ પર ફરી સર્જાવાનો છે મોટો અકસ્માત!

9 નિર્દોષ લોકોનો હત્યારો તથ્ય પટેલ અને તેનો બાપ હાલ જેલમાં છે. પરંતુ આ મોટી દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું હોય તેમ લાગતું નથી. જે ઈસ્ક્રોન બ્રિજ પર 9 જિંદગી હોમાઈ ગઈ હતી તે સ્થળે જ્યારે અમે રિયાલીટી ચેક કર્યું તો અમારી પણ આંખો પહોળી થઈ ગઈ.

ફરી તથ્યકાંડ માટે તૈયાર રહેજો અમદાવાદીઓ! ઈસ્કોન બ્રિજ પર ફરી સર્જાવાનો છે મોટો અકસ્માત!

ઝી બ્યુરો/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર અબજોપતિ બાપના નબીરા તથ્ય પટેલનો કાંડની તો તમને ખબર જ હશેને? 9 નિર્દોષ લોકોનો હત્યારો તથ્ય પટેલ અને તેનો બાપ હાલ જેલમાં છે. પરંતુ આ મોટી દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું હોય તેમ લાગતું નથી. જે ઈસ્ક્રોન બ્રિજ પર 9 જિંદગી હોમાઈ ગઈ હતી તે સ્થળે જ્યારે અમે રિયાલીટી ચેક કર્યું તો અમારી પણ આંખો પહોળી થઈ ગઈ...તંત્રને જિંદગીની કોઈ કિંમત જ ન હોય તેમ લાગી રહ્યું છે.

  • ફરી તથ્યકાંડ માટે તૈયાર રહેજો અમદાવાદીઓ!
  • ફરી કોઈનો લાડકો કે લાડકી મોતને ભેટશે!
  • 9 જિંદગી હોમાઈ પછી પણ નિંદ્રાધીન તંત્ર
  • ઈસ્કોન બ્રિજ પર ફરી સર્જાવાનો છે મોટો અકસ્માત!

એક ન્યૂડ વીડિયો કોલમા અ'વાદના 15 વર્ષના સગીરે મોતને કર્યુ વ્હાલુ, જાણો દર્દનાક કહાની

અબજોપતિ બાપના નબીરા તથ્ય પટેલને કોણ ભૂલી શકે? આ એ જ નબીરો હતો જે 9 નિર્દોષ જિંદગીને ભરખી ગયો હતો. આ એજ નરાધમ છે જેણે કોઈનો લાડકો, કોઈની લાડકી છીનવી લીધી હતી. આ એ જ હત્યારો છે જેણે કોઈ માને નોંધારી બનાવી હતી. અને કોઈ બાપને લાચાર બનાવ્યો હતો. 9 જિંદગીને હોમી દેનારો આ હત્યારો હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. પરંતુ જે સ્થળે આ કાંડ થયું હતું તે સ્થળે અમે રિયાલીટી ચેક કરવા પહોંચ્યા તો અમારી પણ આંખો પહોળી થઈ ગઈ. 

અમદાવાદના જે ઈસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત સર્જાયો હતો તે ઈસ્કોન બ્રિજ પર લાઈટો બંધ છે. બ્રિજ પર રહેલી તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં અમને જોવા મળી. 9 લોકો હોમાયા છતાં તંત્ર હજુ વધુ લોકોને હોમવા માંગતું હોય તેમ બંધ લાઈટોને ચાલુ કરવામાં તેને રસ નથી. સરકારનું નિષ્ઠુર તંત્ર કેવી રીતે કામ કરે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. LED લાઈટો બંધ હોવાથી બ્રિજ પર અંધારપટ છવાયેલો છે. મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહનચાલકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. 

  • ફરી તથ્યકાંડ માટે રહેવું પડશે તૈયાર?
  • 9 જિંદગી હોમાઈ છતાં કેમ નથી જાગતું નઘરોળ તંત્ર?
  • ZEE 24 કલાકના રિયાલીટી ચેકમાં થયા ખુલાસા
  • એસ.જી.હાઈવે પર અનેક સ્ટ્રીટ લાઈટ બંધ
  • ઈસ્કોન બ્રિજ પર જ લાઈટો બંધ, રોડ બિસ્માર
  • વધેલા વૃક્ષોને કારણે ચાલુ લાઈટોનો નથી પડતો પ્રકાશ 

વડોદરામાં બોટ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં! ધડાધડ શિક્ષણ સમિતિની આ 6 શાળાને નોટિસ

અમે જ્યારે રિયાલીટી ચેક કરવાનું શરૂ કર્યું તો એક બાદ એક ખુલાસા થતા ગયા. પ્રજાના પરસેવાની કમાણીથી બનેલા આ બ્રિજ પર અનેક જગ્યાએ ખાડા જોવા મળ્યા. તુટેલો ફુટેલો રોડ અને એમાં પણ લાઈટ ન હોય તો શું થાય? એટલું જ નહીં બ્રિજની સાથે એસ.જી.હાઈવે પર લીલોતરી બતાવવા માટે વાવેલા વૃક્ષો મોટા થઈ ગયા છે. આ સારી વાત છે પરંતુ વૃક્ષોને કારણે જે LED લાઈટો ચાલુ છે તેનો પ્રકાશ રોડ પર આવતો જ નથી. એટલે કે જે લાઈટો લાગેલી છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બનેલી છે. 

  • રિયાલીટી ચેકમાં શું સામે આવ્યું? 
  • બ્રિજ પર અનેક જગ્યાએ ખાડા જોવા મળ્યા
  • તુટેલો ફુટેલો રોડ અને લાઈટ ન હોય તો શું થાય?
  • વૃક્ષોને કારણે જે LED લાઈટો ચાલુ છે તેનો પ્રકાશ રોડ પર આવતો નથી

બાળકનું નામ ભગવાનના નામ પરથી રાખવું યોગ્ય છે? જાણી લેજો પ્રેમાનંદજી મહારાજનો આ જવાબ

SG હાઈવે પરની સ્ટ્રીટ લાઈટો વૃક્ષોની ઝાડીમાં ઢંકાઈ ગઈ છે અને આ સ્થિતિ કંઈ એક-બે દિવસથી સર્જાઈ નથી. ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ, G-20 સમિટની બેઠકો યોજાઈ. જેમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના અનેક દિગ્ગજો આવ્યા. ગુજરાતના મંત્રીઓ અને અધિકારીઓએ આ રોડ પરથી અનેક વખત આંટાફેરા માર્યા. પરંતુ કોઈની નજર આ બંધ લાઈટો, તુટેલા રોડ અને વધી ગયેલા વૃક્ષો પર ન પડી. વિકસિત ગુજરાતમાં કેવો ભ્રષ્ટ વહીવટ ચાલી રહ્યો છે તે અહીં જોઈ શકાય છે. 

  • ઊંઘતું તંત્ર ક્યારે જાગશે? 
  • ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ
  • G-20 સમિટની બેઠકો યોજાઈ
  • દેશ અને વિદેશના અનેક દિગ્ગજો આવ્યા
  • મંત્રીઓ અને અધિકારીઓએ રોડ પરથી અનેક વખત આંટાફેરા માર્યા

સરકારી અધિકારીઓ અને લાલ લાઈટમાં ફરતા સરકારના મંત્રીઓ. તમે પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરો છો. એસી ગાડીઓ ફરો છો. પરંતુ સામાન્ય ગાડીવાળાની જરા પણ દરકાર નથી કરતા. પરંતુ હવે તમારી આ આળશ અને ભ્રષ્ટ વહીવટ જરાય નહીં ચાલે. સરકારની આંખોમાં ધૂળ નાખતા બેદરકાર અને નઘરોળ બાબુઓ હવે તમે બચી નહીં શકો. તમારી બેદરકારીને ઝી 24 કલાક ખુલ્લી પાડી રહ્યું છે. જેથી આખું ગુજરાત તમારા કામ અને મોટા મોટા દાવાઓની હકિકત જાણી શકે. 

એસ.જી.હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવે છે. તો સ્ટ્રીટ લાઈટનું કામ કોર્પોરેશનનું છે. પ્રજાના ટેક્સના રૂપિયા ઉઘરાવી તમે આવો જ વિકાસ કરવાના હોય તો તમે રહેવા જ દો. આવો વિકાસ અમારો નથી જોઈતો. એક જાગૃતિ મીડિયા તરીકે ઝી 24 કલાક આપને એટલી જ અપીલ કરે છે કે કોઈનો કુળદીપક બુઝાઈ જાય તે પહેલા તમે આ બંધ લાઈટો ચાલુ કરાવી દો, રોડનું રિપેરિંગ કરાવી દો અને વધેલા વૃક્ષોને હટાવી દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news