અસિત વોરાના પિતરાઇ ભાઇના MBBS ગુણ કૌભાંડ મુદ્દે શું નિર્ણય આવ્યો? આખરે ચર્ચાના અંતે...

સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાંથી મહેશ ભાઈ મહેતા પણ કૌભાંડ મામલે મળેલ ખાસ કારોબારીમાં હાજર રહ્યા હતા અને આ કૌભાંડ મામલે થયેલ ચર્ચા અને નિર્ણય મામલે પુછાતા તેમણે જણાવ્યું હતું કે મુખ્ય સચિવ દ્વારા જે તપાસ કરી છે તેના અહેવાલ સંદર્ભે જે દોષિતો સામે કાર્યવાહી કરવાની જાણ કરેલ છે

અસિત વોરાના પિતરાઇ ભાઇના MBBS ગુણ કૌભાંડ મુદ્દે શું નિર્ણય આવ્યો? આખરે ચર્ચાના અંતે...

પ્રેમલ ત્રિવેદી/પાટણ: ઉત્તર ગુજરાત યુનિ.માં MBBS ગુણ કૌભાંડ મામલે આજે કારોબારીની બેઠક મળી હતી. જેમાં ખાસ ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં ચર્ચાઓના અંતે આ કૌભાંડમાં પુનઃ મૂલ્યાંકન વિભાગના અધ્યક્ષ સહિત તેમના કર્મચારીઓને ચાર્જશીટ આપીને ખુલાસો મંગાવામાં આવશે અને તે સાત દિવસમાં રજુ કરવાનો રહેશે અને તે આવ્યા બાદ સરકારમાં મોકલી આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કારોબારી દ્વારા કરવામાં આવ્યો હતો.

પાટણ ઉત્તર ગુજરાત યુનિ.માં MBBS ગુણ કૌભાંડ મામલે તપાસ ઉચ્ચ શિક્ષણ વિભાગને સોંપવામાં આવી હતી, જે તપાસ પૂર્ણ થતા પુનઃ મૂલ્યાંકન વિભાગના હેડ તેમજ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનાં આદેશ કરવામાં આવતા આજે યુનિ. ખાતે મળેલ ખાસ કારોબારીમાં ગુણ કૌભાંડ મામલે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં કારોબારી મળવા પામી હતી અને તેમાં ચર્ચાઓ અને પુરાવાઓને ધ્યાને રાખીને પુનઃ મૂલ્યાંકન વિભાગના અધ્યક્ષ સહીતના તેમાં સામેલ તમામ કર્મચારીઓને ચાર્જ શીટ આપીને તમામનો ખુલાસો સાત દિવસમાં રજુ કરવા અને તે સરકારમાં મોકલી આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ કારોબારીના અધ્યક્ષે જણાવ્યું હતું.

સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાંથી મહેશ ભાઈ મહેતા પણ કૌભાંડ મામલે મળેલ ખાસ કારોબારીમાં હાજર રહ્યા હતા અને આ કૌભાંડ મામલે થયેલ ચર્ચા અને નિર્ણય મામલે પુછાતા તેમણે જણાવ્યું હતું કે મુખ્ય સચિવ દ્વારા જે તપાસ કરી છે તેના અહેવાલ સંદર્ભે જે દોષિતો સામે કાર્યવાહી કરવાની જાણ કરેલ છે તે કસૂરવારોને અહેવાલમાં જોઈ તપાસના નિયમ મુજબ ચાર્જશીટ આપી. ત્યારબાદ સમય નક્કી કરી જવાબ રજુ કરવાનો રહેશે. ત્યારબાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ સમગ્ર મામલે જેતે  સમયે પુનઃ મૂલ્યાંકન વિભાગના અધ્યક્ષ તરીકે હાલના કુલપતિ જે જે વોરા હતા, ત્યારે તેમની સામે જ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  આ મામલે કુલપતિ જે જે વોરાને તપાસ મામલે પુછાતા તેમણે બચાવમાં જણાવ્યું હતું કે, કસૂરવાર 3વિદ્યાર્થીઓને પ્રથમ દર્ષ્ટિએ સંકળાયેલ હોવાનું જણાવ્યું અને સ્ટાફમાં કોણ છે તે માટે કારોબારીમાં ચર્ચાઓ થઇ છે અને કારોબારી જે નિર્ણય લે તે માન્ય રહેશે, તે પ્રકારનું નિવેદન પણ કુલપતિ એ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news