કેવો જમાનો આવી ગયો છે? મને કેમ બદનામ કરે છે તેમ કહી એક યુવતની જાહેરમાં હત્યા!

કેવો જમાનો આવી ગયો છે? મને કેમ બદનામ કરે છે તેમ કહી એક યુવતની જાહેરમાં હત્યા!

* શહેરના પુર્વ વિસ્તારમાં વધું ઍક હત્યા
* નીખિલેશ મિશ્રા નામના યુવકની છરીના ધા ઝીકી 3 લોકોએ કરી હત્યા 
* અગાઉની અદાવતમાં હત્યા 
* બદનામ કેમ કરે છે એમ કરી આરોપી હત્યા કરી
* વસ્ત્રાલ અમરનાથ સોસાયટી ગેટ નજીક બનાવ
* CCTV ફૂટેજમાં હત્યાની ઘટના થઇ કેદ

મૌલિક ધામેચા/અમદાવાદ : પૂર્વમાં રામોલ વિસ્તારમાં સોમવારની મધ્યરાત્રીએ હત્યાની ચકચારી ઘટના બની. આ બનાવમાં યુવકનું અંગત અદાવતની આડમાં લોહિયાળ ખેલ ખેલાયો અને એક યુવકનુ મોત નીપજ્યું. હત્યાની આ ઘટનામાં રામોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હત્યાની ઘટનાના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

રામોલ વિસ્તારનું આ અમરનાથ ટેનામેન્ટ છે. જ્યાં આરોપી અજય ઉર્ફે અજયાએ સાગરીતો સાથે મળી નિલેશ મિશ્રા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો. પરંતુ રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાને અંજામ આપનાર અજય રમેશભાઈ ખટીકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવી છે. પરંતુ પોલીસ હકીકતના મૂળ સુધી પહોંચવા ઘનિષ્ટ કાર્યવાહી કરી રહી છે.

આરોપી અજય ખટીક વસ્ત્રાલના વૃંદાવન પાર્કમાં રહી ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી અજય ખટીકને થોડા સમય પહેલા નિલેશ મિશ્રા સાથે કોઈ બાબતે તકરાર થઇ હતી. CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, સોમવારની મોડી રાત્રે આરોપી અજય ખટિક ઉર્ફે અજયો જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં અમરનાથ ટેનામેન્ટના ગેટ પાસે ઊભો હતો. ત્યારે અચાનક ભોગ બનનાર નિખિલેશ મિશ્રા લાકડાનો ડંડો લઈને પોતાના સાગરિત સાથે ત્યાં આવે છે. અચાનક અજય ખટિક પર હુમલો કરતાં પલટવારમાં આરોપી અજય તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિખિલેશ મિશ્રાની હત્યા કરી નાખે છે. પોલીસે જ્યારે ઘટના બાબતે આરોપી અજયની પૂછપરછ કરી ત્યારે મૃતક નિખિલેશ મિશ્રા "તું મને બદનામ કેમ કરે છે" કહીને મારામારી કરવા આવ્યો હતો. પરંતુ અજય ખટિક ઉર્ફે અજયા પાસે તીક્ષ્ણ હથિયાર હોવાથી તેણે નિખિલેશ મિશ્રા પર હુમલો કેરી ચકચારી હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો. રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

યુવકની હત્યા કરનાર આરોપી હાલ રામોલ પોલીસના સકંજામાં આવી ગયો છે. પરંતુ હત્યારા અજયના પકડવાથી અપરાધનો અંત નથી આવતો. અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં હત્યાની બે ઘટનાએ આકાર લીધો છે. જેમાં મોટાભાગના આરોપીઓ આરોપી અજયની જેમ નાની ઉંમરના છે. જે બાબત સમાજ માટે લાલબત્તી સમાન છે. કારણ કે જો દેશનું યુવાધન ગુનેગારીનો માર્ગ અપનાવશે તો આવનારો સમય દેશ અને સમાજ માટે ખૂબ જ વિપરીત સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news