કોંગ્રેસના શરમજનક પરાજયનું કારણ શું? કાર્યકરે હાઇકમાન્ડને લખ્યો ખુલ્લો પત્ર, જરૂર વાંચો
Trending Photos
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના જવાબદાર નેતાઓ 30 વષઁ ની હાર ની સમીક્ષા કરી રહયા છો પણ કેમ હજી સુધી હાર કેમ થઈ તે જાણી શકયા નથી? પણ હું આપને જણાવી દઉ નહીતર હજી બીજા 30 વર્ષ સુધી ખબર પણ નહી પડે કેમ હારી રહયા છો. 130 વર્ષ સૌથી જુનો રાજકીય પક્ષ અને તેનો કારમો રકાસ અને કારમી અસહનીય હાર ના થોડા ચોકકસ કારણો જણાવવા માંગુ છું. આપનો અણધડ વહીવટ, અણધણ આયોજન, અભિમાન, તું નહી પણ મારો ટીકીટો મારા ખીસામાં છે એવો ફાંકો ટીકિટોની સોદેબાજી, ભમેણા અને લકોટીઓ રમતા ધારાસભ્યને વિરોધ પક્ષના નેતા બનાવીને શુ હાંસલ કરવાના છો?
જુનીયર કે જીના વિધાર્થીઓને તે શાળાના પ્રીન્સિપાલ બનાવવાથી તે શાળાને તાળા જ મારવા પડે. સેંડા લૂછંતા લૂછંતાને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીખે નિમણૂંકો તો આપી પણ નિષફળ સાબિત થયા તેવો પોતાના વારસા વજૂદ પણ ન સાચવી શકયા. સીનીયરો નેતાઓની બાદબાકી અને આવડતા વગરના જૂનીયરોની નીમણૂંકો અને 20, 25, 30 વર્ષથી વફાદાર કોંગ્રેસ કાર્યકરોની જીંદગી સાથે ચેડા કરી મેલી રમતો રમતા નેતાઓ ટીકિટોનો સોદા બજારમાં કરી રહયા છે. કોંગ્રેસના કાર્યકરોએ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓનો વિશ્વાસ કરવો જોઇએ નહી.
તેઓને કંઇ ફરક પડતો નથી. તેઓ એવુ સમજે છે કે, કોંગ્રેસ કાર્યકરો જશે કયા? પણ કોંગ્રેસ કાર્યકર હવે ગુલામ નહી રહે અને નહી બને. કોંગ્રેસ કાર્યકરો હવે જાગવાનો સમય આવી ગયો છે. આ વખતે ગુજરાત કોંગ્રેસને ઉમેદવાર મળીયા આવતી વખતે ઉમેદવાર અને વિરોધ પક્ષ પણ નહી મળે. વર્ષો જુનો પક્ષ ગુજરાત કોંગ્રેસનું આજે ગુજરાત કોંગ્રેસની પેઢીનું ઉઠમણુ કેમ થય ગયુ છે? તેના માટે પાકીસ્તાન કે બાંગલાદેશ જવાબદાર નથી પણ એસી ઓફીસમાં ઐયાશી કરતા નેતાઓ જબાબદાર છે. તેમના દમ વગરના ટેકેદારો અને દલાલો કોંગ્રેસ કાર્યકરો ઉપર જોહુકમી કરી રહયા છે.
ચૂંટણીઓ આવે એટલે ગોઠણ સમા નવા આર કરેલા લેંધો ઝબભો અને વિવિધ પ્રકાર ની કોટીઓ પહેરી ને ટીકીટો અપાવવા નીકળી પડતા હોય છે તેવા લોકો અને તેમની નેતાઓ સૌથી વધૂ જવાબદાર છે. બે શબ્દો ટપાલમાં લખી ન શકે તેવાને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બનાવી દેવામાં આવે છે. સીનીયર કે.જી મા ભણતા આખા એ.બી.સી.ડી આવડતી ન હોય તેવાને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બનાવી દેવામાં આવે છે. ગુજરાતમાં શક્તિશાળી કોંગ્રેસ કાર્યકરો ઉપર ઉપજ વગરના નેતાઓ હાવી થઈ રહયા છે. તાકાતવાર કોંગ્રેસ નેતા કાર્યકરો કયા સુધી અન્યાય સહન કરતા રહેશે? આવો સાથે મળીને ગુજરાતને એક નવો વિકલ્પ આપીએ, આવનારા દિવસોમાં ગુજરાતના લોકો માટે વિચારવાનો સમય પાકી ગયો છે.
હવે ગુજરાત કોંગ્રેસમાં સમય આપવો વ્યર્થ સાબિત થઇ રહયુ છે. ગુજરાતના નેતાઓને કહો રાખો તમારુ ગુજરાત કોંગ્રેસ તમને મૂબારક અલવિદા અને આવજો. ગુજરાત કોંગ્રેસનુ નવસજઁન નહી પણ વિસઁજન સાબરમતીના કિનારે વહેલામાં વહેલી તકે સારા મુહૂર્તમાં કરી નાખવુ જોઇએ. ગુજરાતના કોંગ્રેસ કાર્યકરોની "દીલ કી બાત "વેદના....સંવેદનાનો 35 વષઁ જુનો વફાદાર કોંગ્રેસ કાયઁકર
- જયેશ ગેડીયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે