ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીમાં રાજસ્થાન સરકારનો મોટો રોલ રહેશે, જાણો કેમ
Trending Photos
- ગુજરાત કોંગ્રેસમાં ત્રણે મહત્વના હોદ્દા પર નેતાઓની પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મહત્વની ભૂમિકા રહેશે
- આ રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે. જેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા હતા
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની અને પ્રભારીની પસંદગી માટે હાલ દિલ્હીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. હાલ કોંગ્રેસ માટે ગુજરાતમાં વિપક્ષ અથવા પ્રમુખ પદની પસંદગીનો પ્રશ્ન મોટો છે. જોકે, ભરતસિંહ સોલંકીએ દિલ્હી દરબારમાં ઓબીસી નેતાની પસંદગી પર જોર મૂક્યો છે.
કયા કયા નામ ચર્ચામાં
ગુજરાતમાં વિપક્ષ અથવા પ્રમુખ પદની પસંદગી માટે હાલ અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. પ્રમુખ પદ માટે અર્જુન મોઢવાડીયા અને પ્રભારી પદે અવિનાશ પાંડેનું નામ આ ચર્ચામાં મોખરે છે. અર્જુન મોઢવાડીયા ઓબીસી નેતા છે. આ રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે. જેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા હતા. આમ, વિપક્ષના નેતા તરીકે પૂંજાભાઇ વંશનુ નામ પણ મોખરે છે.
નામની પસંદગીમાં અશોક ગેહલોતની ભૂમિકા મહત્વની
જોકે, આ ત્રણેય નેતાની પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મહત્વની ભૂમિકા રહેશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા સૌરાષ્ટ્ર ઝોનમાંથી બને તો ભૌગૌલિક સમીકરણ જાળવવા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષની થિયરી અજમાવી શકે છે. આ ઉપરાંત હાર્દિક પટેલના કાર્યકરી અધ્યક્ષ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી કોઇ બે નેતાને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે.
આ પણ વાંચો : કોરોનાએ પરિવારના ચાર સભ્યો છીનવ્યા, હવે જીવીને શું કરીશ? વૃદ્ધાએ 9 મા માળથી છલાંગ લગાવી
વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સક્રિય બન્યા છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિધાનસભાના વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ કર્યુ છે. દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે. ત્યાં ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયુ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કારમી હારની જવાબદારી સ્વીકારી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારા રાજીવ સાતવ કોરોનામાં સપડાયા અને તેમનુ અવસાન થયુ હતું. રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને આડે હવે માત્ર દોઢ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય ત્રણેય પદ ખાલી છે. જેના માટે લોબીગંની શરૂઆત થઇ ગઇ છે.
અવિનાશ પાંડેનું નામ કેમ ચર્ચામાં છે, આ છે કારણ
તો બીજી તરફ, અવિનાશ પાંડેની વાત કરવામાં આવે તો તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે અને ત્યાં સરકાર બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા નેતાને બનાવવામાં આવશે કે જે અશોક ગહેલોતની પહેલી પસંદ હોય. કેમ કે અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના રાજકારણથી અવગત છે. અવનિશ પાંડે રાજસ્થાનના મુખ્યમંત્રીની નજીક હોવાથી તેમની પસંદગી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે થવાની શક્યતા વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે