ZEE મંચ ગુજરાત : રાહુલ ગાંધીની ‘સદ્દામ જેવી દાઢી...’ પર શું બોલ્યા અનુરાગ ઠાકુર?
Gujarat Elections 2022 : ZEE મીડિયાના મંચ પર જામ્યું રાજકીય દંગલ... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓની હાજરી... ZEE 24 કલાક પર જુઓ દિવસભર ZEE મંચ ગુજરાત...
Trending Photos
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે ત્યારે ZEE મીડિયાએ તૈયાર કર્યો છે ગુજરાતનો રાજકીય મંચ. જ્યાં આજે દિવસભર થશે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. તો આજે દિવસભર ઝી 24 કલાક પર જોવાનું ચૂકતા નહીં... ઝી મંચ ગુજરાત... જ્યાં તમારા મુદ્દાની વાત થવાની છે, તમારા હકની વાત થવાની છે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે. ZEE મંચ ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર ‘કેમ છો’ સંબોધન કરીને શરૂઆત કરી હતી.
બીજેપીની ટક્કર કોની સાથે છે..
અનુરાગ ઠાકરે કેમ છો સાથે શરૂઆત કરી હતી. હું રસ્તા પર નીકળુ છુ તો હું લોકોને કેમ છો પૂછુ છું, તો જવાબ આવે છે કે, ભાજપના રાજમાં ગુજરાત મજામા. ગુજરાત ભાજપના રાજમાં વિકાસ કરી રહ્યું છે. હુ આભારી છું કે લોકોએ ભાજપને જીતાડવા સતત 27 વર્ષ કમળનુ બટન દબાવ્યું. મુકાબલો ભાજપનો ભાજપ સાથે છે કે પહેલા કરતા વધુ બેઠક જીતવી છે. ગુજરાત મોડલને આજે દુનિયાભરે માન્યું છે. દેશ કહે છે કે, વિકાસ શું હોય છે તો ગુજરાત તરફ જુઓ. તો આ લડાઈ કોંગ્રેસની છે, કારણ કે તે વિપક્ષમાં છે. નવો પક્ષ આવ્યો છે. યુપીની ચૂંટણીમાં કેજરીવાલે મોટી મોટી વાતો કરી હતી, પરંતુ યુપીની 403 સીટમાંથી એકપણ ખાતુ ખૂલ્યુ ન હતું.
ગુજરાતની ગત ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પરફોર્મ કર્યુ હતું...
ગત ચૂંટણીમાં કેટલાક એવા મુદ્દા હતા જે પ્રભાવી હતી. આ વખતે તે મુદ્દા નથી રહ્યાં. તેથી જ કોંગ્રેસનો ચૂંટણી મુદ્દો ઉઠ્યો નથી. હિમાચલની ચૂંટણીમાં રાહુલ ગાંધી ક્યાંય દેખાયા ન હતા. તેઓ ક્યાંક બીજે પગપાળા ચાલતા હતા. ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે, ત્યારે રાહુલ ગાધી નર્મદા પ્રોજેક્ટના આડે આવનાર મેઘા પાટકર ચાલી રહ્યાં છે. દેશના ટુકડા કરવાના નારા લગાવનારા રાહુલ ગાંધી સાથે ચાલે છે. ગાઁધીજી, સરદાર પટેલની આ ધરતીના લોકો શું ટુકડે ટુકડે ગેંગનો સ્વીકાર કરશે. અહીંના યુવકોમાં કાશ્મીરને લઈને જાગૃતિ છે. ગુજરાતીઓએ લાલ ચોક પર જઈને ઝંડો ફરકાવ્યો. આ છે ગુજરાત. સરદાર પટેલે દેશને એક કર્યાં, પરંતુ નહેરુજીની એક ભૂલે 370 ની કલમ આપીને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો. ભાજપ રાજમાં આ કલમ નાબૂદ કરી.
મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો કેમ નથી
અમેરિકા, યુરોપ જેવા દુનિયાભરના દેશોમાં પણ હાલ મોંઘવારી છે. ભાજપે પણ મોંઘવારી પર કાબૂ લાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના મહામારી ન હતી, ત્યારે 14 ટકા ઈન્ફ્લેશન હતું, આજે માત્ર 7 ટકા ઈન્ફ્લેશન છે. વર્લ્ડ બેંક, આઈએમએફ બધાએ કહ્યું કે, ભારતે કોરોના મહામારીમાં સારુ કામ કર્યું.
રાહુલ ગાંધીની ‘સદ્દામ જેવી દાઢી...’
જે પણ રાહુલ ગાંધી કરી રહ્યાં છે તે દેખાય છે તેમના મનમાં શુ ચાલે છે. જેઓ અર્બન નક્સલવાદીઓને સાથે રાખીને ચાલે છે, તેઓ ક્યારેય દેશને જોડવાની વાત કરી શક્તા નથી. તેઓ દેશને તોડવાની વાત કરશે અને તોડી મરોડીને ઈતિહાસને રજૂ કરવાની વાત કરશે.
તમારા કેટલાક નેતા રાહુલ ગાંધીની દાઢી પર ટિપ્પણી કરે છે
તેમના કેટલાક વિચાર જે કોગ્રેસના નેતા લઈને ચાલી રહ્યાં છે, જેઓએ ક્યારેય સરદાર પટેલ, સાવરકર, આંબેડકરને માન્યા નથી. પરંતુ બીજી તરફ, નરેન્દ્ર મોદી ભીમરાવ આંબેડકરની જયંતી ઉજવે છે. પંચતીર્થ બનાવવાનું કામ કરે છે. કોંગ્રસ તો માત્ર એક પરિવાર સુધી સિમિત છે. સરદાર પટેલને અમે સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે