મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, પશ્ચિમ રેલવેએ બદલ્યો સમય, જાણો

Mumbai Ahmedabad Vande Bharat Time Table: પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ આવતા મહિનાથી મુંબઈથી નવા સમયે રવાના થશે. રેલવેએ તેના સ્ટોપેજના સમયમાં પણ ફેરફાર કર્યો છે.
 

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, પશ્ચિમ રેલવેએ બદલ્યો સમય, જાણો

મુંબઈઃ ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવેએ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે વંદે ભારત હવે નવા સમય પર ચાલશે. અત્યાર સુધી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 3.55 કલાકે ઉપડતી હતી, પરંતુ હવે આ ટ્રેન થોડી વહેલી ઉપડશે. પશ્ચિમ રેલવેએ વંદે ભારત ટ્રેન ઉપડવાનો નવો સમય બપોરે 3.45 કલાક કર્યો છે. એટલે કે મુંબઈથી ટ્રેન 10 મિનિટ વહેલી ઉપડશે. 

આગામી મહિનાથી નવો સમય
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી અખબારી યાદી અનુસાર, ઓપરેશનલ કારણોસર, 24 ઓગસ્ટ, 2024 થી ટ્રેન નંબર 22961 ના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ ફેરફાર ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ માટે છે. અમદાવાદથી મુંબઈ જવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારતનો નવો સમય

સ્ટેશન વર્તમાન સમય નવો સમય
મુંબઈ સેન્ટ્રલ 15.55 15.45
બોરીવલી 16.20/16.23 16.10/16.13
વાપી 17.43/17.45 17.40/17.42
સુરત 18.43/18.48 18.38/18.43
વડોદરા 20.16/20.19 20.11/20.14
અમદાવાદ 21.25 21.15

આ પણ વાંચોઃ શું આવા બ્રિજ પર દોડશે મેટ્રો? સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો

આગામી મહિને વધી શકે છે સ્પીડ
આ વંદે ભારત તે રૂપ પર ચાલે છે. જેના પર ભવિષ્યમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની છે. પશ્ચિમ રેલવેએ આ રૂટ પર વંદે ભારતને 160ની સ્પીડથી દોડાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રો પ્રમાણે આગામી મહિને એટલે કે 14 ઓગસ્ટથી વંદે ભારતને નવી સ્પીડ મળી શકે છે. મુંબઈથી અમદાવાદ અને ગાંધીનગર સુધી સુચારૂ સંચાલન માટે આખા રૂટ પર બીમ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ રેલવેએ ટ્રેક અને સિગ્નલ સિસ્ટમને એડવાન્સ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news