Hina Khan Shaved off Hair: કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા બધા જ વાળ, લેટેસ્ટ વીડિયોમાં જણાવ્યું કેવી છે હાલત

Hina Khan Shaved off Hair: હવે હિના ખાને જે વીડિયો શેર કર્યો છે તે જોઈને તેના ચાહકોને આંચકો લાગ્યો છે. બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન હિના ખાને પણ તેના બધા જ વાળ ગુમાવી દીધા છે. તેના લેટેસ્ટ વીડિયોમાં તે વાળ શેવ ઓફ કરેલી જોવા મળે છે. 

Hina Khan Shaved off Hair: કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા બધા જ વાળ, લેટેસ્ટ વીડિયોમાં જણાવ્યું કેવી છે હાલત

Hina Khan Shaved off Hair: હિના ખાને થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ લઈ રહી છે. થોડા દિવસ પહેલા જ હિના ખાને તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પોતાના સુંદર વાળ ટૂંકા કર્યા હતા. પરંતુ હવે હિના ખાને જે વીડિયો શેર કર્યો છે તે જોઈને તેના ચાહકોને આંચકો લાગ્યો છે. બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન હિના ખાને પણ તેના બધા જ વાળ ગુમાવી દીધા છે. તેના લેટેસ્ટ વીડિયોમાં તે વાળ શેવ ઓફ કરેલી જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. 

હિના ખાને સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણે વાઈટ કલરનું ટીશર્ટ પહેર્યું છે અને માથા પર કેપ લગાવેલી છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે તેણે પોતાના બધા જ વાળ સેવ કરાવી લીધા છે. જોકે તેમ છતાં હિના ખાન ખૂબ જ સુંદર દેખાય છે અને તે પોતાના ફેન્સ સાથે સ્કીન કેર રૂટીન શેર કરે છે. હિના ખાનનો આ વિડીયો તેના ચાહકોને પસંદ પડ્યો છે અને તેઓ હિના ખાનની હિંમતના વખાણ કરી રહ્યા છે. 

હિના ખાન વીડિયોમાં જણાવે છે કે કેન્સરની ટ્રીટમેન્ટના કારણે તેમની ત્વચા પર પણ અસર થઈ રહી છે. પરંતુ તેણે નક્કી કર્યું છે કે સમય કેટલો પણ ખરાબ હોય તે પોતાની સ્કીનનું અને પોતાનું ધ્યાન રાખશે. આ વાતના લોકો વખાણ કરી રહ્યા છે અને વિડીયો પર કોમેન્ટ કરીને હિના ખાનની હિંમત વધારી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news