Weather Updates: ઉનાળો સાઈડમાં રહ્યો! આકાશ ફાડીને આંધી-તુફાન સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

Gujarat Weather: ગુજરાતમાં આજથી બદલાઈ શકે છે વાતાવરણ. આજે સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે

Weather Updates: ઉનાળો સાઈડમાં રહ્યો! આકાશ ફાડીને આંધી-તુફાન સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

Gujarat Forecast: આ વખતે ઉનાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વારંવાર ભરઉનાળે કમોસમી વરસાદે દેખા દીધી છે. જેને પગલે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ખાસ કરીને આ વખતે શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તેના બદલે ઉનાળામાં આવી રહ્યાં છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.  એપ્રિલ અને મેમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે ગંગા-જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. પરંતુ આ વખતે મેં માસમાં પણ હવામાનમાં પલટો આવશે. 

ઋતુ પરિવર્તનની અસર હોય તેવું જણાઈ આવે છે. મે માસમાં તા.૨૪થી દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ભારે તોફાની વરસાદ, આંધી, વંટોળનું પ્રમાણ વધશે. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં આંધી, પવન, વંટોળ સાથે ભારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. વીજળી પડવાની પણ શક્યતા છે. પવનની ગતિ 35 થી 40 ની આસપાસ રહેશે. 25 મે થી 30 મે સુધીમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદ થશે?
ગુજરાતના કેટલાં ભાગોમાં તો 3 થી 4 ઈંચ જેટલો ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. ગુજરાત રાજ્યમાં વડોદરા, આણંદ, બોડેલી, ભરૂચ, સુરત, તાપી, વાપી સહિતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દિવ-દમણમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.

દેશમાં ક્યાં ક્યાં વરસાદ થશે?
પંજાબ, હરિયાણા, ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ. યુપી, બિહાર કચ્છના કેટલાક ભાગીમાં આંધી, વંટોળ તેમજ આસામ સુધીના ભાગો સુધીમાં સાથે વરસાદની શક્યતા રહેશે. તા.૨૫ પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news