મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો

Gujarat Weather Update: રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતમાં 100થી વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને વાતાવરણ ઠંડું થયું છે. અમદાવાદમાં હજુ પણ ધમધોકાર તડકો પડી રહ્યો છે. 

મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો

Gujarat Monsoon 2024: ગુજરાતના માથા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કુલ 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 4 ઈંચ વરસાદ એ વાતનો પુરાવો છેકે, હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે. એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાંક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાને પગલે સતર્ક રહેવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

  • ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાનની આગાહી
  • આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ
  • અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં મેઘરાજા મન મુકીને વરસશે
  • આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ કરાઈ છે આગાહી
  • માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સલાહ
  • આવતીકાલે નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદ થઈ શકે
  • આવતીકાલે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે

ક્યાં-ક્યાં કરાઈ છે ભારે વરસાદની આગાહી?
ખાસ કરીને આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં રાજ્યના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ મનમુકીને વરસી શકે છે મેઘો. આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆંધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે. જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે. આવતીકાલે રાજ્યના નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે.

આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટઃ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી-
આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે. 

ગઈકાલે કયા-કયા જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી?
સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. વડોદરાના પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 

સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડીરાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. દેરડી, વાસાવડ અને મોટી ખિલોરી સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડીરાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયોમાં પાણીની આવક થઈ. ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ચુડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘમ્બા પંથકમાં વરસાદથી હાથણી ધોધ સક્રિય થયો છે. પોયતી ખાતે હાથણી ધોધ આવેલો છે, જે સક્રિય થતાં પર્યટકોમાં ખુબ ખુશી જોવા મળી. મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા પ્રકૃતિની મજા માણવા માટે આવે છે.

પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું

તો ડાંગ જિલ્લામાં વરસાદથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતી. વરસાદના લીધે ધોધ વહેતા થયા છે. ધોધ વહેતા થતાં પ્રવાસીઓમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. દાહોદના દેવગઢ બારિયામાં આવેલ બૈણા ગામ ખાતે જ્યાં પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું હતું. જો કે આ ટ્રેક્ટરમાં ચાલક અને અન્ય એક યુવક ફસાયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફથી આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે આજે સમગ્ર ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news