ગુજરાતનું વાતાવરણ બદલાયું, બનાસકાંઠાના તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઝરમર તો જૂનાગઢ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. 
ગુજરાતનું વાતાવરણ બદલાયું, બનાસકાંઠાના તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઝરમર તો જૂનાગઢ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. 

ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી  કરવામાં આવી છે. હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિયા થતાં અસર સર્જાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં માવઠાની આગાહી કરાઈ છે. સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં માવઠાની આગાહી અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 

ક્યાં ક્યાં વરસાદ પડ્યો
આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. પાલનપુર, દિયોદર, વડગામ, કાંકરેંજ, ડીસા સહિત અનેક પંથકમાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જુનાગઢના કેશોદ તાલુકાના ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો મગફળીનો પાક સાચવવાના કામે લાગ્યા છે. ખેડૂતોએ ગત રાત્રિના સમયે પણ થ્રેશર  શરૂ કરી દીધા છે. 

ત્રણ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ (rain) ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ (monsoon) દસ્તક આપી શકે છે. 

ક્યાં ક્યાં વરસાદની શક્યતા 
17 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા
ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 
18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાત માં પણ વરસાદની શક્યતા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news