મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા

ગુજરાતમાં આ વર્ષે સારા ચોમાસાની અસરને પગલે ખુશખુશાલ માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, નર્મદા ડેમની જળ સપાટી પણ વધતા પણ ગુજરાતનું આખુ વર્ષ પાણીદાર જશે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડાયું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.
મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા

જયેશ દોશી/નર્મદા :ગુજરાતમાં આ વર્ષે સારા ચોમાસાની અસરને પગલે ખુશખુશાલ માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, નર્મદા ડેમની જળ સપાટી પણ વધતા પણ ગુજરાતનું આખુ વર્ષ પાણીદાર જશે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડાયું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.

ઉપરવાસમાં વરસાદને પગલે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.41 મીટરે પહોંચી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 146625 ક્યુસેક થઈ છે. તો બીજી તરફ પાણીની આવક થતા ડેમના 7 ગેટ ખુલ્લા મૂકાયા છે. નર્મદા ડેમમાંથી પાણીની જાવક 116085 ક્યુસેક થઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

નર્મદા ડેમમાં સતત થઈ રહેલા પાણીના આવકને કારણે 1200 મેગાવોટ પાવર હાઉસના 6 યુનિટ ચાલુ કરવામાં આવ્યા હતા. પાવર હાઉસમાં 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનાં 2 ટર્બાઇન પણ ચાલુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નર્મદા ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે નદી બે કાંઠે વહેતી થઈ હતી. અને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ડેમની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી. ત્યારે હવે પાણીની સતત વધી રહેલી આવકને કારણે હાલ નદી કાંઠાના 26 જેટલા ગામોને સતર્ક કરાયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news