પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું સ્વાસ્થ્ય નાજુક, તમામ મંત્રીઓ AIIMS જશે-સૂત્ર

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત ખુબ નાજુક છે. ગૃહ મંત્રી શાહે એમ્સ જઈને તેમના હાલચાલ જાણ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે 10 કલાકે તમામ મંત્રીઓ જેટલીને જોવા માટે અને હાલ જાણવા માટે એમ્સ જશે.

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું સ્વાસ્થ્ય નાજુક, તમામ મંત્રીઓ AIIMS જશે-સૂત્ર

નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત ખુબ નાજુક છે. ગૃહ મંત્રી શાહે એમ્સ જઈને તેમના હાલચાલ જાણ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે 10 કલાકે તમામ મંત્રીઓ જેટલીને જોવા માટે અને હાલ જાણવા માટે એમ્સ જશે. જેટલીની તબીયત શુક્રવારે ફરીથી લથડી હતી. તેમનું હ્રદય અને ફેફસા બરાબર કામ કરતા નથી આથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે. 

એક્સટ્રોકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સીજનેશન, જેને એક્સ્ટ્રાકોર્પોરિયલ લાઈફ સપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનું હ્રદય અને ફેફસા બરાબર કામ ન કરતા હોય તેમને લાંબા સમય સુધી હ્રદય અને શ્વસન સહાયતા આપવા માટે આ એક એક્સટ્રોસ્પોરલ ટેક્નિક છે. 

ભાજપના દિગ્ગજ નેતા જેટલીને ગત અઠવાડિયે ગભરાહટ અને નબળાઈની ફરિયાદ બાદ ગત 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, અને ભાજપના અન્ય ટોચના નેતાઓએ હોસ્પિટલ જઈને જેટલીના હાલચાલ જાણ્યા હતાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મે 2018માં એમ્સમાં જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તે અગાઉ વર્ષ 2016માં તેમની બેરિયાટ્રિક સર્જરી ( વજન ઘટાડવા માટે પેટની ચરબીનું ઓપરેશન) થઈ હતી. જેટલીને ડાયાબિટિસ પણ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે એમ્સની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન, અશ્વિની ચૌબે પણ એમ્સ પહોંચ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news