Vrushti Missing Case : વૃષ્ટિ શિવમ અંગે પોલીસને મળી મહત્વની કડીઓ, જાણો

ગાયબ વૃષ્ટિ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયામાં આ મામલો ટ્રેન્ડ થયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ વૃષ્ટિ અને શિવમ મહેસાણા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

Vrushti Missing Case : વૃષ્ટિ શિવમ અંગે પોલીસને મળી મહત્વની કડીઓ, જાણો

ઉદય રંજન/અમદાવાદ :ગાયબ વૃષ્ટિ (Vrushti Jashubhai) કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ (Missing) વૃષ્ટિ અને શિવમ મહેસાણા (Mehsana) હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

બી ડિવિઝન એસીપી એલ બી ઝાલાએ આ અંગે વિગત આપતાં કહ્યું કે, હાલમાં આ બંનેના ફોન બંધ આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ મહેસાણા હોઇ શકે છે. યુવતીનો ફોન મહેસાણામાં ટ્રેસ થયો છે. ત્યારે એક ટીમ મહેસાણા જવા રવાના થઈ છે. આ દિશામાં તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, નોંધાયેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર કેસની તપાસમાં પીએસઆઈ કેસના અધિકારીઓ સામેલ છે. 

પોલીસે વધુમાં જણાવ્યું કે, વૃષ્ટિ પોર્ટુગલની છે અને તેના માતાપિતા પોર્ટુગલ રહેતા હતા. પરંતુ તે આ સમાચાર સાંભળીને અમદાવાદ આવવા રવાના થયા છે. અને શિવમના માતા પિતા હાલ અમેરિકા રહે છે. શિવમ પટેલ અને વૃષ્ટિ બંને ઉવારસદ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા હતા. વૃષ્ટિના ડ્રાઈવરે બે દિવસ સુધી વૃષ્ટિનો ટેલિફોનિક સપંર્ક કર્યો હતો, પરંતુ સંપર્ક ન થતા ડ્ર્રાઈવરે વૃષ્ટિના માતાપિતાનો સંપર્ક કર્યો હતો. હાલ ફરિયાદમાં કોઈના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિ નામની યુવતી અને તેનો મિત્ર શિવમ છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. નવરંગપુરના વસંતવિહાર વિભાગ-2ના શિવમ પટેલના મકાનમાંથી નીકળ્યા બાદ બંને ગુમ થયા હતા. બીજી તરફ શિવમના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા યશ પટેલે જણાવ્યું કે, અહીં શિવમ રહે છે. હું પાછળ ઘરમાં રહું છું. એ ક્યાં ગયા એ નથી ખબર. 3 દિવસથી ગુમ થયા છે. એક છોકરી આવી હતી પણ કોણ હતી એ નથી ખબર. શિવમભાઈનો પરિવાર અમેરિકા રહે છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news