Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ  દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene)  ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. 
Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

રાજેન્દ્ર ઠકકર/કચ્છ :વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ  દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene)  ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. 

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેના વિઝાગમાં આવેલી એલજી પોલિમર્સ કંપનીમાં ગત ગુરુવારે ગેસ લિકેજની ગંભીર ઘટના બની હતી. જેમાં 1 લોકોના મોત અને 5 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાની સ્થિતિ સર્જાઇ હતી. આવી ઘટનાઓની સામે ગેસ લિકેજ નિયંત્રિત કરવાને માટે મહત્ત્વપૂર્ણ એવા કેમિકલનો જથ્થો આજે ફરીથી મુન્દ્રા અદાણી બંદરેથી વિશાખાપટ્ટનમ વિમાન મારફતે રવાના કરવામાં આવ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર, કચ્છના મુન્દ્રા બંદરે તે આજે ડોર કેમિકલની સક્રિય શ્રેણીના સ્ટઈરીનનો જથ્થો વિશાખાપટ્ટનમની એલજી પોલિમર્સ કંપનીને મોકલવા માટે રવાનો કરી દેવાયો છે.  

ગેસ લિકેજને કાબૂમાં કરવાને માટે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા તે સમયે પણ ગુજરાત સરકાર પાસે સહયોગ માંગવામાં આવ્યો હતો. વાપીથી કેમિકલ મોકલવાની માંગ કરી હતી. જે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાપીથી કેમિકલ મોકલવાની વ્યવસ્થાઓ કરી હતી. 

ત્યારે આજે ફરીથી ગેસ લિકેજને કાબૂ કરવાને માટે મહત્ત્વપૂર્ણ એવા ડોર્ફ કેટલ કેમિક ના જથ્થાને મુન્દ્રામાં રહેલા સ્ટોરેજમાંથી અદાણી પોર્ટની હવાઈ ખાતેની એએન-32 વિમાન મારફતે મોકલવામાં આવ્યો હતો. તેના લીધે વિભાગમાં હવે આ પ્રકારની એલજી પોલિમર્સ કંપનીમાં ભવિષ્યમાં કોઈ ઘટના બને તો વેળાસર જ તેને નિયંત્રણ કરી શકવાની સુવિધા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news