Virender Sehwag એ ટ્વીટ કરી સુરત સિવિલના કર્યા વખાણ, જાણો કેમ
કોરોનાના દર્દી (Covid 19 Patient) નું મનોબળ વધારવા તથા ચાલવા માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital)) ના કર્મચારીઓ અને તબીબો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી.
Trending Photos
ચેતન પટેલ, સુરત: બે દિવસ પહેલાં સુરત (Surat) ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) માં કોરોનાના દર્દીનો જન્મદિવસ (Birthday) હતો. ત્યારે કોરોનાના દર્દી (Covid 19 Patient) નું મનોબળ વધારવા તથા ચાલવા માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital)) ના કર્મચારીઓ અને તબીબો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલ અને કર્મચારીઓ દ્વારા કોરોનાના દર્દીનો બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેનું મનોબળ વધારવામાં આવ્યું હતું.
In these times of gloom and the challenges we are facing, very heartening to see the spirit and commitment of our Doctors. Here doctors from Civil hospital in Surat celebrating birthday of a Covid19 patient.
Hats off to our health workers. pic.twitter.com/KdZNiRrabI
— Virender Sehwag (@virendersehwag) April 24, 2021
આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં તથા ટ્વિટર (Twitter) પર ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે વિડીયો ફેસબુક પર જોતાની સાથે જ પૂર્વ દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) દ્વારા આ વિડીયો પોતે ટ્વીટ કરવામાં આવ્યો હતો અને નવી સિવિલ હોસ્પિટલ કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા.
તેને ટ્વિટ (Tweet) કરતાં જણાવ્યું હતું કે આજે જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે તબીબો દ્વારા એક સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે અને તબીબો નો પણ આભાર માનવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે