ઉનાના લાંચિયા PI એન.જે. ગોસ્વામીની તોડબાજીનો પર્દાફાશ, દારૂડિયા દીઠ વસૂલાતો 21 હજારનો તોડ
ગીર સોમનાથમાં દારૂડિયા દીઠ 21 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મચારીઓના વાયરલ વીડિયોથી ખળભળાટ. ઉનાની અહેમદપુર પોલીસ ચેકપોસ્ટ પર દીવથી આવતા સહેલાણીઓનો તોડ કરે છે લાંચિયા. PI અને ASI પકડાયા બાદ વધુ પોલીસનો વીડિયો વાયરલ.
Trending Photos
ઝી બ્યુરો/ગીર સોમનાથ: તોડબાજીના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં બેઆબરૂ થનારી ગુજરાત પોલીસના વધુ એક તોડકાંડનો વીડિયો વાયરલ થયો છે. જી હા...ZEE 24 કલાક પર જુઓ, કેવી રીતે ગીર સોમનાથ જિલ્લાની ઉના પોલીસ પ્રવાસીઓ પાસેથી ખોટી રીતે તોડપાણી કરી રહી છે પ્રતિ વ્યક્તિ 21-21 હજાર રૂપિયાની વસૂલી કરી રહી છે. જે પ્રવાસીઓ દીવમાંથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશે છે તે પ્રવાસીઓને પકડીને ગીર સોમનાથની પોલીસ ધાકધમકી આપીને પૈસા પડાવી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
ચોંકાવનારી વાત એ છે કે ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. જી હા,,, ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જો કે ACBએ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. તેના પછીનો આ વીડિયો છે તે વાયરલ થયો છે.
આ વીડિયોમાં વધુ એક પોલીસ કર્મચારી પ્રવાસીઓને ડરાવી ધમકાવીને ખોટી ફરિયાદ નોંધીને તોડબાજી કરી રહ્યો છે. એટલે કે PI એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા તો માત્ર છીંડે ચડ્યા ચોર છે. હકીકતમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ પ્રવાસીઓ પાસેથી તોડ કરતા હોવાનો આ પુરાવો છે. લાંચિયા PI એન. કે. ગોસ્વામીના આદેશથી બોર્ડર પર સહેલાણીઓ પાસેથી તોડ કરવામાં આવતો હતો. તોડ કરવા માટે પોલીસે પોતાના વચેટિયાઓ રાખ્યા હતા. તેમાંથી એક વચેટિયો ઝડપાઈ ગયો છે.
તો ઝી 24 કલાક પર જુઓ આ વાયરલ વીડિયો. આ વીડિયોનો પુષ્ટિ ઝી 24 કલાક નથી કરતું પરંતુ આ વીડિયો એ જ ચેકપોસ્ટનો છે જે ચેકપોસ્ટના PI અને ASI તોડકાંડમાં ફરાર થઈ ગયા છે. આ વીડિયોમાં ફરાર ASI નીલેશ મહિયા પણ દેખાઈ રહ્યો છે. તો એક PI, એક ASI સામે કેસ નોંધાયા બાદ આ વીડિયોમાં દેખાતો તોડબાજ પોલીસ કર્મચારી કોણ છે તેની તપાસ થવી જરૂરી છે. કેમ કે, આ તોડકાંડ ગુજરાત પોલીસના ખાખી રંગને બદનામ કરી રહ્યો છે.
ડીજીપી સાહેબ જુઓ...ગીર સોમનાથ જિલ્લાના એસપી સાહેબ જુઓ...ગૃહમંત્રીજી જુઓ...ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કાંડ કરી રહી છે. ભલે ACBએ PI અને ASI સામે ગુનો નોંધ્યો હોય પરંતુ આ વીડિયોમાં વધુ એક પોલીસ કર્મચારી તોડકાંને અંજામ આપતો દેખાઈ રહ્યો છે. તોડબાજી માટે મારપીટ પણ કરી રહ્યો છે આ પોલીસ કર્મચારી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે