હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ભારે પડશે, રાજ્યમાં એક મહિનો ચાલશે મેગા ડ્રાઇવ, DGP નો આદેશ

હવે રાજ્યમાં નિયમોનું પાલન કર્યા વગર બેફામ ડ્રાઇવિંગ કરતા લોકોનું આવી બનવાનું છે. અમદાવાદ અકસ્માત બાદ રાજ્યના ડીજીપીએ જિલ્લા પોલીસ વડાઓને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ભારે પડશે, રાજ્યમાં એક મહિનો ચાલશે મેગા ડ્રાઇવ, DGP નો આદેશ

હિતલ પારેખ, ગાંધીનગરઃ અમદાવાદમાં બુધવાર-ગુરૂવારની મધ્ય રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર થાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ પોલીસ જવાન, હોમગાર્ડ જવાન અને કેટલાક લોકો મદદ માટે ત્યાં આવ્યા હતા. આ દરમિયાન તથ્ય પટેલ નામનો 19 વર્ષીય યુવક 142 કરતા વધુની સ્પીડે જગુઆર કાર લઈને આવે છે અને ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી દે છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. આ દુર્ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી છે. 

ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં કાર ચાકલ દ્વારા 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ ખાસ ડ્રાઇવ ચલાવવાનો આદેશ આપ્યો છે. હવે રાજ્યમાં ઓવર સ્પીડિંગથી વાહન ચલાવતા કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

એક મહિનો ચાલશે ડ્રાઇવ
ઈસ્કોન બ્રિજ અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા હતા. હવે રાજ્યના ડીજીપીએ ખાસ આદેશ આપ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

No description available.

તમામ ડોક્યૂમેન્ટ હોય તો જ નિકળજો
જો તમે પણ લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ વગર વાહન ચલાવતા હોવ તો ખાસ ધ્યાન રાખજો. રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો ફરજીયાત દંડ ભરવો પડશે. આ માટે કોઈની ભલામણ ચાલશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news