વિજાપુર APMC ચૂંટણીમાં ભાજપની પેનલની હાર, કિસાન પેનલે 9 બેઠકો જીતી

Vijapur APMC Election 2023 : 16 બેઠકની ચુંટણી અને 3 સરકારી પ્રતિનિધિ તેમજ સ્થાનિક સંસ્થાના મત હોય છે. આમ, 15 દિવસ બાદ બોર્ડ બેઠકમાં ચેરમેનની નિમણુંક થશે

વિજાપુર APMC ચૂંટણીમાં ભાજપની પેનલની હાર, કિસાન પેનલે 9 બેઠકો જીતી

Vijapur APMC Election 2023 તેજસ દવે/મહેસાણા : વિજાપુર એપીએમસીની અતિચર્ચાસ્પદ ચૂંટણીમાં ભાજપની પેનલની હાર થઈ છે. વિજાપુર APMCની ચૂંટણીમાં પી.આઈ પટેલની પેનલની જીત થઈ, કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો છે. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ છે. ચર્ચા છે કે, ભાજપને અહી જૂથવાદ ભારે પડી ગયો. 

ત્યારે હવે વિજાપુર એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે ત્યારે વિજાપુર apmc ચૂંટણીમાં રમણલાલ પટેલને સત્તા મળી શકે છે. રમણલાલ પટેલ જૂથ ને ખેડૂત વિભાગની 4, વેપારી માં 1, ખરીદ વેચાણમાં 2 મળી કુલ 7 બેઠક પર જીત છે. 
કુલ 7 બેઠક ઉપરાંત 1 સ્થાનિક સંસ્થા, 1 રજીસ્ટ્રાર અને 1 ખેતીવાડી અધિકારી મળી કુલ 10 મત સાથે સત્તા મેળવી શકે છે. પી આઇ પટેલને ખેડૂત વિભાગમાં 6 અને વેપારી વિભાગમાં 3 મળી કુલ 9 બેઠક પર જીત મળી છે. 16 બેઠકની ચુંટણી અને 3 સરકારી પ્રતિનિધિ તેમજ સ્થાનિક સંસ્થાના મત હોય છે. આમ, 15 દિવસ બાદ બોર્ડ બેઠકમાં ચેરમેનની નિમણુંક થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news