જામનગર પાલિકામાં સફાઇ કર્મચારીએ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવો હોય તો સાહેબનું બાઇક તો ધોવું જ પડે !

જામનગરનો એક સફાઇ કર્મચારી મહાનગર પાલિકાનાં એક અધિકારીની બાઇક ધોઇ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મહાનગર પાલિકામાં એએસઆઇ દ્વારા ચાલુ ફરજ દરમિયાન સફાઇ કર્મચારીઓ પાસે અંગત કામ કરાવવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ અધિકારીઓ જવાબનાં નામે ફીફા ખાંડી રહ્યા છે.
જામનગર પાલિકામાં સફાઇ કર્મચારીએ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવો હોય તો સાહેબનું બાઇક તો ધોવું જ પડે !

જામનગર : જામનગરનો એક સફાઇ કર્મચારી મહાનગર પાલિકાનાં એક અધિકારીની બાઇક ધોઇ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મહાનગર પાલિકામાં એએસઆઇ દ્વારા ચાલુ ફરજ દરમિયાન સફાઇ કર્મચારીઓ પાસે અંગત કામ કરાવવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ અધિકારીઓ જવાબનાં નામે ફીફા ખાંડી રહ્યા છે.

જો કે બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા સફાઇ કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના દાવા થઇ રહ્યા છે. બીજા મહાનગર પાલિકાના કર્મચારી દ્વારા આ વીડિયો ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો છે. સફાઇ કર્મચારીઓ પાસે અધિકારીઓ પોતાના અંગત કામ કરાવતા હોવાનાં આરોપ સાથે શોષણનાં આરોપ પણ લાગી રહ્યા છે. કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવા માટે સફાઇ કર્મચારીઓ આવા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news