પહેલીવાર 200 આંખમાં મલ્ટીફોકલ લેન્સનું કરાયુ રિસર્ચ

દેશમાં પ્રથમવાર 200 આંખમાં લગાવવામાં આવેલ મલ્ટીફોક્લ લેન્સ અંગે ઉપર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓફિલિયેટેડ ભારતીય ઓપ્ટોમેટ્રી કોલેજના પ્રોફેસર ડો ચેતના પટેલે રિસર્ચ કર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મેડિસિન ફેકલ્ટીના મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ચેતના પટેલે એક ખાસ સંશોધન કર્યું છે, જેનાથી નજીવી રકમથી લોકો આજીવન ચશ્માથી મુક્તિ પામી શકે છે.
પહેલીવાર 200 આંખમાં મલ્ટીફોકલ લેન્સનું કરાયુ રિસર્ચ

ચેતન પટેલ/સુરત :દેશમાં પ્રથમવાર 200 આંખમાં લગાવવામાં આવેલ મલ્ટીફોક્લ લેન્સ અંગે ઉપર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓફિલિયેટેડ ભારતીય ઓપ્ટોમેટ્રી કોલેજના પ્રોફેસર ડો ચેતના પટેલે રિસર્ચ કર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મેડિસિન ફેકલ્ટીના મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ચેતના પટેલે એક ખાસ સંશોધન કર્યું છે, જેનાથી નજીવી રકમથી લોકો આજીવન ચશ્માથી મુક્તિ પામી શકે છે.

દેશમાં પ્રથમવાર 200 આંખમાં લગાવામાં આવેલ મલ્ટીફોક્લ લેન્સ અંગે ઉપર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓફિલિયેટેડ ભારતીય ઓપ્ટોમેટ્રી કોલેજના પ્રોફેસર ડો ચેતના પટેલે રિસર્ચ કર્યું છે. 

આ અંગે ડો. ચેતના પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આ વિષય ઉપર વિદેશમાં રિસર્ચ કરવામાં આવતું હતું. પરંતુ દેશમાં પ્રથમવાર 200 આંખમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. આ નિરીક્ષણ પછીના ક્લિનિકલ એનાલિસિસ પછી કેટલાક તારણો સામે આવ્યા હતાં. આ તારણો અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે 95 ટકા દર્દીઓને મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણ પછી મોતિયાના ઓપરેશન બાદ દૂરના કે નજીકના ચશ્મા પહેરવાની જરૂરિયાત રહેતી નથી.

ડો. મહેન્દ્ર સિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડો ચેતના પટેલે એક ખાસ સંશોધન પૂર્ણ કરી નજીવી રકમમાં લોકોને આજીવન ચશ્માથી મુક્તિ પામી શકે છે. ડો ચેતના પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આ વિષય ઉપર વિદેશમાં રિસર્ચ કરવામાં આવતું હતું. પરંતુ દેશમાં પ્રથમવાર આટલી આંખો પર રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમને 200 આંખ ઉપર મલ્ટીફોક્લ લેન્સ બેસાડી નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ પછીના ક્લિનિકલ એનાલિસિસ પછી કેટલાક તારણો સામે આવ્યા હતા.

આ તારણો અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે, 95 ટકા દર્દીઓને મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણ પછી મોતિયાના ઓપરેશન બાદ દૂરના કે નજીકના ચશ્મા પહેરવાની જરૂરિયાત રહેતી નથી. મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણ પછી ગ્લેર, હેલોસ વગેરે સ્વાભાવિક છે. પરંતુ આ સ્ટડીમાં 75 ટકા દર્દીઓને નહિવત માત્રામાં ગ્લેર, હેલોસની અનુભૂતિ થઈ છે. જે તેમને તેમના રોજિંદા કાર્યોમાં તકલીફ કરતું નથી. Quality of life questionnaire મા પણ 95 ટકા દર્દીઓ તેમની દૂર અને નજીકની દૃષ્ટિથી સંતુષ્ટ છે. 98 ટકા દર્દીઓ તેમના મોતિયાના ઓપરેશન બાદ મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણથી ખૂબ જ સંતુષ્ટ છે. 92% દર્દીઓ આ લેન્સની ભલામણ બીજા દર્દીઓ માટે કરે છે. ચોક્કસાઇપૂર્વક દર્દીઓનું યોગ્ય પરામર્શ આ સર્જરી માટે ખૂબ જ જરૂરી છે. યોગ્ય પરામર્શ બાદ જ કયા પેશન્ટને મલ્ટીફોક્લ લેન્સ નાખવા હિતાવહ છે. 

તો .રિસર્ચ અંગે તેમના ગાઈડ ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ પ્રકારના રિસર્ચ વિદેશમાં થાય છે. પ્રથમવાર 200 આંખ ઉપર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news