કોંગ્રેસના કોર્પોરેટરે જેની પાસેથી કાળો જાદુ કરાવ્યો તે હમીદા માએ સ્વીકાર્યું, જમનાબેને મારી સાથે વાત કરી હતી
કાળા જાદુ કરીને વ્યક્તિને પછાડવા અને પૂરો કરવા માટે વિધિ કરવાની આપણે ત્યા અંધશ્રદ્ધા છે. ધોરાજીની હમીદામાં કાળા જાદુ કરે છે. આ હકીકતના આધારે વિજ્ઞાન જાથા દ્વારા ધોરાજીમાં રેડ કરવાં આવી હતી. કહેવાતા કાળા જાદુની કરામાતી હમીદામાંને પોલીસ સામે હાજર થવું પડ્યું હતું અને તેણે માફી માંગી હતી. તાંત્રિક હમીદાબહેને સ્વીકાર્યું કે તેણે જમનાબહેન સાથે વાત કરી હતી.
Trending Photos
દિનેશ ચંદ્રવાડિયા/ઉપલેટા :કાળા જાદુ કરીને વ્યક્તિને પછાડવા અને પૂરો કરવા માટે વિધિ કરવાની આપણે ત્યા અંધશ્રદ્ધા છે. ધોરાજીની હમીદામાં કાળા જાદુ કરે છે. આ હકીકતના આધારે વિજ્ઞાન જાથા દ્વારા ધોરાજીમાં રેડ કરવાં આવી હતી. કહેવાતા કાળા જાદુની કરામાતી હમીદામાંને પોલીસ સામે હાજર થવું પડ્યું હતું અને તેણે માફી માંગી હતી. તાંત્રિક હમીદાબહેને સ્વીકાર્યું કે તેણે જમનાબહેન સાથે વાત કરી હતી.
અમદવાદના કોર્પોરેટર જમનાબેન વેગડા અને ધોરાજીના હમીદાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં હમીદામાં કાળો જાદુ કરીને દુશ્મનોને પુરા કરવાની વાત કરી રહી છે. જેને લઈને રાજકોટના વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ધોરાજી સ્થિત હમીદાના ઘરે રેડ કરાઈ હતી. પરંતુ હમીદા ઘર તાળું મારીને રફુચક્કર થઇ ગઈ હતી. વિજ્ઞાન જાથાને ત્યાંથી ખાલી હાથે પરત ફરવુ પડ્યું હતું. ધોરાજી પોલીસમાં આ બાબતની જાણ કરી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ લોકોને જગૃત કરતા કહ્યું કે, કાળા જાદુ, તંત્ર વશીકરણ કશું હોતું નથી. વિજ્ઞાન જ સાચું છે. માટે આવી કોઈ બાબત માં ન પાડવા અને આવા લોકોને ખુલ્લા પાડવા માટે લોકો આગળ આવે અને હમીદા જેવા લોકોથી ચેતી જવા જણાવ્યુ છે.
હમીદાના ઘરે વિજ્ઞાન જાથા અને ધોરાજી પોલીસે રેડ કરતા હમીદા તેના ઘર મળી આવી ન હતી. પોલીસ અને વિજ્ઞાન જાથાએ તેના સગા વ્હાલાઓ ઉપર દબાણ કરતા અંતે હમીદા ધોરાજી પોલીસ સામે હાજર થઈ હતી. પોલીસ સામે માફી માંગતા તેણે સ્વીકાર્યું હતું કે, કાળા જાદુ, તંત્ર જેવું કઈ હોતું નથી અને લોકોએ આવી બાબતમાં નહિ પડવું.
અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબહેન વેગડાનો કોંગ્રેસના જ બે નેતાઓને તાંત્રિક વિધિથી પૂરા કરવા માટેનો ઓડિયો વાયરલ થયો, અને જે બાદ હવે રાજકારણ ગરમાયું છે. આ ઑડિયોમાં મહિલા નેતા કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક નેતા વિપક્ષને પૂરા કરવાની વાત કરી રહ્યા છે. તો સામે તાંત્રિક વિધિ કરનાર મહિલા પણ બંને નેતાનો ખાત્મો બોલાવવાની અને ભડાકા કરવાની ખાતરી આપે છે. આ કથિત ઓડિયો ક્લિપમાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર જમનાબહેન વેગડા અને કથિત તાંત્રિક વિધિ કરનારા હમિદા મા વચ્ચેની વાતચીત છે અને અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમાર તેમજ અમદાવાદ મનપાના નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણને પૂરા કરવાની સોપારી આપી રહ્યાં છે.
આ વીડિયો મામલે જમનાબહેન વેગડાએ કહ્યું કે, મેં કોઈ તાંત્રિકને વિધિ કરવાની સોપારી આપી નથી અને ધારાસભ્ય શૈલેશભાઈ પરમાર અને શહેજાદ ખાન પઠાણ સાથે કોઈ મનદુખ નથી. આ ઉપરાંત જેઓ કથિત રીતે તાંત્રિક વિધિ કરી રહ્યા છે તે રાજકોટ જિલ્લાના ધોરાજીના હમિદા મા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, તાંત્રિક વિધિમાં અમને કઈ ખબર પડતી નથી. અમે માત્ર માળા કરીને લોકો માટે દુઆ કરીએ છીએ. જોકે, બીજી તરફ હમીદાએ સ્વીકાર્યુ કે જમનાબહેને તેણી સાથે વાત કરી હતી.
ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં અને જનતામાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રદેશ કોંગ્રેસે આ મામલાની ગંભીર નોંધ છે અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રભારી સીજે ચાવડાને તપાસ સોંપવામાં આવી છે. સીજે ચાવડાએ આ મામલે કહ્યું કે, જમનાબહેન પાસે ખુલાસો પૂછવામાં આવશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. તો ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે અને કહ્યું કે, કોંગ્રેસ નીમ્ન કક્ષાની રાજનીતિ કરે છે.
બીજી તરફ, મને પૂરા કરવાની વાત કરવામાં આવી રહી છે તે શૈલેષ પરમારે માંગ કરી છે કે, જમનાબહેને પક્ષમાંથી દૂર કરવા જોઈએ અને આ મામલે તેઓ હાઈ કમાન્ડને પણ રજૂઆત કરશે. આ ઉપરાંત ACMના નેતા વિપક્ષ શહેજાદખાન પઠાણે કહ્યું કે, મે જમનાબહેનને બહેન માન્યા હતા અને આવું રાજકારણમાં મે ક્યારેય નથી જોયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે