'વાયુ'નો યુ ટર્ન, વાવાઝોડાને લઈને આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો
વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.. 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે.
Trending Photos
અમદાવાદ: વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.. 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે.
વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોરમમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાત્રે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. તો આગામી 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. વાયુ પ્રતિકલાક 8 કિમી ની ઝડપે આગળ વધી રહ્યું છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો...
વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે..ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેને કારણે તંત્ર એલર્ટ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે.
જુઓ LIVE TV
વાયુ વાવાઝોડાએ યુ ટર્ન લીધો છે ત્યારે વાવાઝોડાને લઇને કંડલા પોર્ટ પ્રશાસન સતર્ક બન્યું છે. સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવમાન વિભાગના નિર્દેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જેટીઓ પર જહાજનું બર્થીંગ પણ કરવામાં આવ્યું છે.
વાયુ વાવાઝોડાની અસરને લઈ દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો હતો. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથે જ ઠંડી હવાનું જોર પણ યથાવત્ છે. કોઈ યાત્રાળું દરિયામાં ન જાય તે માટે ગોમતી ઘાટ પર પોલીસ જવાનો પણ તૈનાત રખાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે