Vasant Panchami 2022: વણજોયા મુહૂર્તે આજે ગુજરાતમાં 10 હજારથી વધુ લગ્નની શરણાઈ વાગશે

Vasant Panchami 2022: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આજે વસંત પંચમીએ સિદ્ધ યોગ, બુધાદિત્ય યોગ અને કેદાર યોગના વિશેષ સંયોગ બની રહ્યો છે. આ યોગમાં કોઈ પણ કામ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 

Vasant Panchami 2022: વણજોયા મુહૂર્તે આજે ગુજરાતમાં 10 હજારથી વધુ લગ્નની શરણાઈ વાગશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે વસંત પંચમીનો પર્વ છે. વસંત પંચમી (Vasant Panchami 2022) એટલે વણજોયા મુહૂર્તનો દિવસ. મહાસુદ પાંચમ એટલે કે આજના દિવસે ગુજરાતભરમાં 10 હજાર કરતા વધુ લગ્નો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત રાહતની વાત એ છે કે, નવી ગાઇડલાઇનમાં ખુલ્લા સ્થળે યોજાતા લગ્ન પ્રસંગમાં ૩૦૦ લોકોને એકત્રિત થવાની મંજૂરી અપાઇ છે. આમ, લગ્નસરાની મોસમ પણ ખીલી ઉઠી છે. આજના વણજોયા મુહૂર્તે રવિયોગ, પંચકયોગ, અખંડ લક્ષ્મીયોગ પણ છે. વસંત પંચમીના દિવસે લગ્નપ્રસંગ ઉપરાંત સગાઇ, વાસ્તુ, ગૃહપ્રવેશ, જમીન-મકાનના સોદાઓ માટે પણ શુભ મનાય છે. તેમજ આજના દિવસે માતા સરસ્વતીની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ નિમિત્તે મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરાયું છે. 

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આજે વસંત પંચમીએ સિદ્ધ યોગ, બુધાદિત્ય યોગ અને કેદાર યોગના વિશેષ સંયોગ બની રહ્યો છે. આ યોગમાં કોઈ પણ કામ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જોકે, કોઈ પણ પ્રકારની પૂજા માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે. 

દ્વારકામાં ખાસ ઉજવણી
આજે દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમી ઉજવાશે. વસંત પંચમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારની મંગળા આરતી તેમજ દર્શન રહેશે. નિત્ય ક્રમ મુજબ તો બપોરે 1:30 થી 2:30 સુધી વસંત પંચમી ઉજવાશે. જેના ખાસ ઉત્સવ દર્શન રહેશે. ત્યાર બાદ 2:30 થી 5 વાગ્યા સુધી અનોસર બંધ રહેશે. ત્યાર બાદ શ્રીજીના સાંજના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. ભક્તો તમામ દર્શનનો લાભ કોવિડ ગાઈડ લાઈન મુજબ મંદિરમાં પ્રવેશ કરી લઈ શકશે.

બીજી તરફ સ્વામિનારાયણ મંદિર કુમકુમ-મણિનગર દ્વારા આજે શિક્ષાપત્રીની 196મી જયંતિની ઉજવણી થઈ રહી છે, સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત 1882ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી. આ ઉપરાંત વસંત પંચમી પ્રકૃતિના ઉત્સવના વધામણા આપતો દિવસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news