Vapi ના બિલ્ડરના અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો, માત્ર મારવાડીને જ બનાવતા હતા નિશાન

વાપી જી.આઇ.ડી.સી (Vapi GIDC) વિસ્તારમાં માજીસા બેગ નામની દુકાન ધરાવતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા કરણ સિંહ ભવાની સિંહ રાઠોડ નામના એક બિલ્ડરનું વાપી (Vapi) માંથી અપહરણ થયું હતું.

Vapi ના બિલ્ડરના અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો, માત્ર મારવાડીને જ બનાવતા હતા નિશાન

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad)  જિલ્લા પોલીસ (Police) ને એક મોટી સફળતા મળી છે. જેમાં વાપી (Vapi) ના એક બિલ્ડરના થયેલા અપહરણ અને લૂંટ (Robbery) ના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં જ પોલીસે (Police) દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે એરગન અને નકલી હથિયારો અને અન્ય ઘાતક હથિયાર સાથે અંદાજે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં સફળતા મળી છે.

વાપી જી.આઇ.ડી.સી (Vapi GIDC) વિસ્તારમાં માજીસા બેગ નામની દુકાન ધરાવતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા કરણ સિંહ ભવાની સિંહ રાઠોડ નામના એક બિલ્ડરનું વાપી (Vapi) માંથી અપહરણ થયું હતું. અપહરણ (Kidnaping) નો ભોગ બનનાર બિલ્ડર વાપીના છીરી વિસ્તારમાં પોતાના construction સાઈટના ફ્લેટ અને દુકાન વેચવા માટે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી હતી. આ જાહેરાતના માધ્યમથી આરોપીઓએ બિલ્ડર કરણ સિંહ રાઠોડનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ બિલ્ડર (Builder) પાસેથી ત્રણ ફ્લેટ અને એક દુકાન વેચાણથી લેવાના બહાને સંપર્ક કરી શરૂઆતમાં બહાના પેટે 5 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. ત્યારબાદ બાકીની રકમ સુરત લેવા આવવું પડશે આવુ બહાનું બતાવી આરોપીઓ બિલ્ડરને કારમાં બેસાડી સુરત લઈ જવાના બહાને નીકળ્યા હતા. અને અધવચ્ચેથી જ અપહરણ કરી અને ફરાર થઈ ગયા હતા. 

ત્યારબાદ આરોપીઓએ પોતાને લોરેન્સ બિશનોઇ નામની ખૂંખાર ગેંગના માણસો હોવાનું જણાવી બિલ્ડર (Builder) પાસે  છુટકારાના બદલામાં રૂપિયા 50 લાખની ખંડણીની માંગ કરી હતી. પૈસા ના આપે તો મારી અને નર્મદા નદીમાં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. જોકે બિલ્ડર (Builder) પાસે એટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થતાં આરોપીઓ બિલ્ડર પાસેથી રોકડ રકમ, મોંઘા મોબાઇલ ફોન અને ઘડિયાળ સહિતના અંદાજે 1.82 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. 

બિલ્ડરને અંકલેશ્વર નજીક હાઇવે પર છોડી અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બિલ્ડર (Builder) ઘરે આવી અને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થતા જ  વલસાડ (Valsad) જિલ્લા એલસીબી પોલીસના પીઆઇ જે. એન. ગૌસ્વામી અને એસ.ઓ.જી પોલીસ સ્ટેશનના પી.આઇ વી.બી. બારડ અને તેમની ટીમે અપહરણકર્તાઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના સમયમાં આજે પોલીસને સફળતા મળી છે. 

આ ગુન્હા પોલીસે વડોદરા (Vadodara) અને અમદાવાદ (Ahmedabad) માં રહેતા 5 આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી 2, એરગન , લાઇટર વાલી નકલી  પિસ્તોલ અન્ય ઘાતક હથિયારો અને રોકડ રકમ મળી અંદાજે 3.78 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ની ઓળખ કરીએ તો 1) જીતુસિંગ ઉર્ફે અજય ઉર્ફે બાપુ ઉર્ફે વિક્રમસિંગ ઉર્ફે રાજવિરસિંગ ઉર્ફે ધવલ  પ્રતાપસિંગ રાવત  રહેવાશી વડોદરા 2) હીરાલાલ માંગીલાલ ઉર્ફે હીરો કુમાવત રહેવાસી વડોદરા 3) બીકકી ઘોષ રહેવાસી વડોદરા 4) વિનોદ કુમાર ધરીકર રહેવાસી અમદાવાદ 5) બાબુ ઘોષ રહેવાસી વાઘોડિયા તમામ આ ગેંગ ના શાતીર અપરાધી છે. આરોપી ની મોડ્સ અપરેન્ડી પણ નવીન હતી. જેઓ માત્ર મારવાડી ને જ નિશાન બનાવતા હતા.

વલસાડ (Valsad) પોલીસે આરોપીઓની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા આરોપીઓએ અગાઉ આચરેલા આ પ્રકારના ગુનાઓના ભેદ પણ ઉકેલવા માં સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓએ દોઢ મહિના અગાઉ  વડોદરા (Vadodara) ના દલારામ મારવાડી નામના મોબાઈલના વેપારી પાસેથી મોટી સંખ્યામાં મોબાઈલો લેવાનું બહાનું બનાવી તેનું પણ  અપહરણ કરી રૂપિયા 7 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. તો સુરતનો એક વેપારી પાસેથી 120 ફ્રીઝ લેવાના બહાને વડોદરા બોલાવ્યો હતો. જોકે આ વેપારી સાથે લૂંટ થાય તે પહેલા જ આરોપી વલસાડ પોલીસ ના હાથે ઝડપાઇ ગયા છે.

વલસાડ (Valsad) જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે ગણતરીના દિવસોમાં જ વાપીના બિલ્ડરના થયેલા અપહરણ અને લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલવા ની સાથે રાજ્યના ખાસ કરીને રાજસ્થાનના મોટા વેપારીઓ ,અને બિલ્ડરોને નિશાન બનાવી તેમનું અપહરણ (Kidnap) કરી મોટી રકમની ખંડણીની માગ કરતા અને ખંડણી ન મળે તો મોટી રકમ ની લૂંટ ચલાવી આતંક મચાવનાર ગેંગ ના 5 આરોપીઓને દબોચી લીધા છે.

ચોંકવાની બાબત એ છે કે આરોપી દેશના સૌથી ડેન્જર લોરેન્સ બિસ્નોઈ ગેંગના સાગરીતો હોવાની ઓળખ આપી ગુન્હો આચરતા હતા. ત્યારે વલસાડ પોલીસે આ દિશામાં પણ તાપસ તેજ કરી છે અને આગામી સમયમાં આરોપીઓનો અન્ય ગુનાહિત ભૂતકાળ અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news