જન્માષ્ટમીએ નિષ્ઠુર જનેતાનું કૃત્ય! ઇંટોનાં ઢગલા પાસે તાજા જન્મેલા બાળકને તરછોડ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા એક મકાન પાસે પ્લાસ્ટિકનાં નીચે ઇંટોનાં ઢગલા પાસે કોઈ સુંદર નવજાત બાળકને ત્યાજેલી હાલતમાં મળ્યું હતું.

જન્માષ્ટમીએ નિષ્ઠુર જનેતાનું કૃત્ય! ઇંટોનાં ઢગલા પાસે તાજા જન્મેલા બાળકને તરછોડ્યું

નિલેશ જોશી/ઉંમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ખાતે એક મકાન પાસેથી એક ત્યજેલી હાલતમાં નવજાત શિશુ મળ્યું છે. વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં સોળસુંબા ગામનાં શાંતિવન વિસ્તાર નજીકનાં એક મકાન પાસે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા મહિલાઓ દોડી આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ ઉમરગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે ઉમરગામ પોલીસની ટીમે બાળકને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા એક મકાન પાસે પ્લાસ્ટિકનાં નીચે ઇંટોનાં ઢગલા પાસે કોઈ સુંદર નવજાત બાળકને ત્યાજેલી હાલતમાં મળ્યું હતું. બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે અવાજ તરફ શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે ઇટના ઢગલા પાસે એક નવજાત બાળક રડતું મળ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક અગ્રણીઓએ અને ઉમરગામ પોલીસની ટીમને કરી હતી. 

ઘટના અંગે ઉમરગામ પોલીસની ટીમને જાણ થતાં ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકનો કબ્જો મેળવી આજુબાજુના વિસ્તારમાં બાળકના માતાપિતાની શોધખોળ હાથ ધરી છે. ઉમરગામ પોલીસે બાળકનો કબ્જો મેળવી નજીકના સરકારી દવાખાને ખસેડી બાળકના માતાપિતાની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news