સુખી સંસારમાં ‘વો’ની એન્ટ્રી થતા જ પત્ની બદલાઈ ગઈ, રાત્રે પતિને ફરવા લઈ ગઈ અને...

પતિ-પત્નીના સંબંધોને સાત જન્મના માનવામાં આવે છે. જોકે પતિ અને પતિમાં જયારે ‘વો’ની એન્ટ્રી પ્રવેશ થાય છે, ત્યારે હંમેશા સંબંધોની હત્યા થાય છે. તો ક્યારેક આ અનૈતિક સંબંધોનો અંજામ લોહિયાળ આવે છે. ત્યારે ફરી એકવાર વલસાડ જિલ્લામાં એક સુખી સંસારમાં એક ‘વો’ ની એન્ટ્રી થઇ હતી અને પતિ પત્નીના સુખી સંસારમાં ઝઘડા અને કંકાસ શરુ થયા અને અંજામ મોત સુધી પહોંચી ગયો.  
સુખી સંસારમાં ‘વો’ની એન્ટ્રી થતા જ પત્ની બદલાઈ ગઈ, રાત્રે પતિને ફરવા લઈ ગઈ અને...

ઉમેશ પટેલ/વલસાડ :પતિ-પત્નીના સંબંધોને સાત જન્મના માનવામાં આવે છે. જોકે પતિ અને પતિમાં જયારે ‘વો’ની એન્ટ્રી પ્રવેશ થાય છે, ત્યારે હંમેશા સંબંધોની હત્યા થાય છે. તો ક્યારેક આ અનૈતિક સંબંધોનો અંજામ લોહિયાળ આવે છે. ત્યારે ફરી એકવાર વલસાડ જિલ્લામાં એક સુખી સંસારમાં એક ‘વો’ ની એન્ટ્રી થઇ હતી અને પતિ પત્નીના સુખી સંસારમાં ઝઘડા અને કંકાસ શરુ થયા અને અંજામ મોત સુધી પહોંચી ગયો.  

વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાવશાળા ગામમાં રહેતી સંગીતાબેનના લગ્ન શંકર ચૌધરી સાથે થયા હતા. ગત અઠવાડિયે શંકર ચૌધરીની લાશ તેના જ ગામમાં એક ખેતરમાં મળી આવી હતી. મૃતકના ભાઈ મગનભાઈ ચૌધરીની ફરિયાદ લઈને કપરાડા પોલીસે હત્યાના આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. કપરાડા પોલીસની તપાસમાં પત્ની સંગીતાનું નિવેદન શંકા ઉપજાવે તેવુ હતું. જેથી વલસાડ પોલીસે ઉલટતપાસ કરતા શંકર ચૌધરીની હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. 

શંકર ચૌધરીની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનો ચોંકવનારો ખુલાસો થયો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, સંગીતા ચૌધરી વાપીની એક કંપનીમાં સાથે કામ કરતા કામદાર અસ્ફાક ઉર્ફે શાહીલ સાથે નજર મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિને થતા ઘરકંકાસ થતો રહેતો હતો. જેનાથી કંટાળીને સંગીતાએ અસ્ફાક અને તેની સાથેના સગીર મિત્રની મદદ મેળવીને 23 નવેમ્બરની રાત્રિએ પતિ શંકર ચૌધરીની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જેમાં રાત્રે સૂઈ ગયા બાદ સંગીત અને અસ્ફાક અને સગીરાની મદદથી શંકર ચૌધરીના માથાના ભાગે હાથોડાના ધા મારી કમકમાટીભર્યું મોત નિપજાવ્યું હતું. ત્યાર બાદ શંકરની લાશને નજીકમાં આવેલા ખેતરમાં મૂકી આવ્યા હતા. ત્યાંથી ઘરે પરત ફરી કપડાં બદલી સંગીતા સૂઈ ગઈ હતી. તો આસ્ફાક તેના સાથી મિત્ર સાથે MP જવા રવાના થયો હતો.

કપરાડા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદથી અને સંગીતાની સઘન પૂછપરછ કરતા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. હત્યા બાદ પ્રેમી અસ્ફાક અને તેનો સગીર મિત્ર MP ભાગી ગયા હતા. જોકે  વલસાડ પોલીસે ગણતરીના સમયમાં ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદથી આરોપીઓને મધ્ય પ્રદેશથી ઝડપી પાડયા હતા.

હત્યાની આ ગુત્થી ઉકેલવામાં જીઆરડી જવાનોની ભૂમિકા મહત્વની રહી હતી. GRD ના જવાનોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અસ્ફાક અને તેની સગીર ઉપર શંકા જતા તેમનો ફોટો પાડી લીધો હતો. જે ફોટોના આધારે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. કપરાડા પોલીસ મથકમાં GRD માં ફરજ બજાવતા ઇઠલભાઈ શંકારામ ચૌધરી, ઉમેશભાઈ ભુવાનભાઈ ચૌધરી અને વીનેશભાઈ રમેશભાઈ ચૌધરીની ઉત્તમ કામગીરીને લઈને વલસાડ પોલીસ આરોપી સુધી જલ્દી સફળતા પૂર્વક પહોંચી શકી હતી.

શંકર અને સંગીતાના સુખી સંસારમાં અસ્ફાકની એન્ટ્રી થતા શંકર ચૌધરીના ઘર સંસારમાં કંકાસ શરૂ થઈ ગયો હતો. પતિ-પત્નીના ઝઘડા એટલે સુધી વણસી ગયા હતા કે, પ્રેમાંધ બનેલી સંગીતાએ પ્રેમી અસ્ફાક સાથે મળીને પતિનું જ ઢીમ ઢાળી દીધુ હતું. ત્યારે ફરી એકવાર સાબિત થયું કે, પતિપત્નીના અનૈતિક સંબંધો હંમેશા ઘાતકી અને જોખમી પૂરવાર થાય છે. આ હત્યામાં સાથ આપનાર એક સગીરની જિંદગી પણ બરબાદ થઇ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news