Valsad: ગૌરક્ષકને અડફેટે લેનાર ટેમ્પો ચાલકની બે દિવસ બાદ મળી લાશ

19 જૂનના રોજ ગૌતસ્કરી સાથે સંકળાયેલા 10 ઇસમોની મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાંથી વલસાડ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા.

Valsad: ગૌરક્ષકને અડફેટે લેનાર ટેમ્પો ચાલકની બે દિવસ બાદ મળી લાશ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં 17 તારીખ ના રોજ  ધરમપુર પાસે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પાને રોકવા માટે ગૌરક્ષકો (Cow Vigilante) અને પોલીસે (Police) પ્રયાસો કર્યા હતા. આ સમયે ટેમ્પો ચાલક (Tempo Driver) ને પકડાઈ જવાનો ડરે લાગતા ડુંગરી નજીક આવેલ બામખાડીમાં કુદકો લગાવ્યો હતો. જેનો બે દિવસ બાદ ચાલકનો મૃતદેહ (Deadbody) મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃત દેહ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

વલસાડ ગૌરક્ષકો (Valsad Cow Vigilante) ની ટીમને 17 જૂનની રાત્રિએ મળેલી એક બાતમીના આધારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી ગૌવંશને એક ટેમ્પામાં ભરીને કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકોએ પોલીસ કંટ્રોલરૂમને આપી હતી. જેના, આધારે વલસાડ પોલીસ (Valsad Police) અને ગૌરક્ષકોની ટીમ દ્વારા ટેમ્પાનો પીછો કરીને ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ડુંગરીના બામખાડી ઉપર સુરત મુંબઇ રોડ ઉપર ટેમ્પો અટકાવવા માટે ગૌરક્ષક હાર્દિક કંસારાએ ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ટેમ્પો ચાલક હાર્દિકને ઉડાવી અકસ્માત સર્જી બામખાડી ઉપરથી કૂદી ગયો હતો. 

બનાવ અંગે ડુંગરી પોલીસ (Police) ને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 19 જૂનના રોજ ગૌતસ્કરી સાથે સંકળાયેલા 10 ઇસમોની મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાંથી વલસાડ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. રવિવારે બપોરે ટેમ્પો ચાલક હાજી અક્રમની લાશ બામખાડીમાંથી મળી આવી હતી. 

પોલીસ (Police) ને ઘટનાની જાણ થતાં પોલીસના નેત્રમના CCTV ફૂટેજમાં મેચ કરતા હાજી અક્રમ ની જ લાશ હોવાનું પ્રાથમિક તરણ મળી આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ એ પકેડેલા 10 આરોપી માંથી એક આરોપી દ્રારા ટેમ્પો ચાલવાની કબૂલાત કરી છે જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news