વલસાડ સિવિલ હોસ્પિટલના કર્મચારી હડતાળ પર, મૃતદેહો લેવા આવેલા સ્વજનો કલાકો સુધી અટવાયા
Trending Photos
- વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગુરૂવારે વહેલી સવારથી હોસ્પિટલમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા
ઊમેશ પટેલ/વલસાડ :કોરોના મહામારી વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ વહેલી સવારથી હડતાળ પર બેસી ગયા છે. જેથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા સિવિલ હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ વોર્ડમાં ભારે હાલાકી ઉભી થઇ રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બુધવારે મૃત્યુ પામેલા સ્વજનોની લાશ લેવા પરિવારજનોએ પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત
વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગુરૂવારે વહેલી સવારથી હોસ્પિટલમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈ વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલનો વહીવટ ખોરવાયો હતો. જેને પગેલે છેલ્લા 24 કલાકમાં કોવિડ અને નોન કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો મેળવવા માટે પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારજનોને પોતાના સ્વજનો જે કોવિડમાં મૃત્યુ પામ્યા છે તેઓને અંતિમ સમયે જોવા માટે સિવિલ હોસ્પિટલ આમથી તમે ફાંફા મારવાનો વારો આવ્યો છે. સાથે જ, જે લોકો નોન કોવિડમાં મૃત્યુ પામ્યા છે તેવા લોકોના પરિવારજનો પોતાના સ્વજની લાશનો કબજો મેળવવા માટે 24 કલાક થઈ રાહ જોઈ રહ્યાં છે.
કર્મચારીઓની હડતાળના કારણે સિવિલમાં મૃત્યુ પામેલા લોકોની બોડી મેળવવા PM રૂમ બહાર રાહ જોવી પડી રહી છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ટોળા ઉભરાઈ રહ્યાં છે. પરિવારજનોએ હાલાકી ભોગવી પડી રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોએ સિવિલ સુપરિટેન્ડન્ટને રજુઆત કરતા તેઓએ તાત્કાલિક PM રૂમ ઉપર જઈને તમામ પરિવારજનોની લાશનો કબ્જો આપવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને હડતાળ ઉપર ઉતરેલા હળતાલિયા કર્મચારીઓને પણ આજે પગાર થવાની ખાતરી આપતા હડતાળ સમેટી લેવા જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે