વડોદરા રિલાયન્સના પ્લાન્ટમાં લાગી આગ, 3 કર્મચારીઓ આગમાં બળીને ખાખ

વડોદરા કોયલી ખાતે આવેલા રિલાયન્સ પ્લાન્ટના પીબીઆર 2માં આગ લાગવાને કારણે 3 જેટલા કર્મચારીઓ બળીને ભડથુ થયા છે.

વડોદરા રિલાયન્સના પ્લાન્ટમાં લાગી આગ, 3 કર્મચારીઓ આગમાં બળીને ખાખ

રવિ અગ્રવાલ/વડાદરા: વડોદરા કોયલી ખાતે આવેલા રિલાયન્સ પ્લાન્ટના પીબીઆર 2માં આગ લાગવાને કારણે 3 જેટલા કર્મચારીઓ બળીને ભડથુ થયા છે. અનેક કર્માચારીઓ આગમાં દાજ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. કોયલી ખાતે આવેલી કંપનીના BBP પ્લાન્ટના ફીનીશિંગ બેગિંગમાં આગ લાગી હતી. આ આગ ગુરુવારે વહેલી સવારે 3.30 વાગ્યે લાગી હતી. આગની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચીં આગ પર કાબુ મેળવ્યો હતો. 

આગનું કારણ અકબંધ 
વડોદરાની રિલાયન્સ કંપનીના પ્લાન્ટમાં વહેલી સવારે આગ લાગતા 3 કર્મચારીઓના મોત થયા છે. આ કંપનીમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. આગ લાગવાને કારણે આજુ-બાજુના લોકો મોટી સંખ્યામાં કંપની પર પહોચ્યા હતા. 3 જેટલા કર્મચારીઓનું મોત થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 

મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ખસેડાયા 
કંપનીમાં આગ લાગવાને કારણે મહેન્દ્ર જાદવ, અરૂણભાઇ અને પ્રીતેશ પટેલ નામના ત્રણ કર્મચારીઓ આગમાં બળીને ભડથુ થઇ ગયા છે. આ ત્રણેય મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં આવેલા રિલાયન્સના અન્ય કર્મચારીઓ આ અંગે કોઇ પણ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર નથી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news