વડોદરામાં મોરબીવાળી : જાણી લો પોલીસે કઈ કઈ કલમો અને કોની કોની સામે નોંધી ફરિયાદ, શું બાળકોને ન્યાય મળશે
Vadodara Boat Tragedy : વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ.... બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરાયો.... મોટા માથા પરેશ શાહ અને નિલેશ શાહ સામે FIR ન નોંધાતા અનેક સવાલ...
Trending Photos
Vadodara News : વડોદરમાં 12 બાળકો અને 2 શિક્ષિકાની મોત બાદ પરિવારજનોના ડૂસકાં બંધ થયાં નથી, ત્યાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 18 વ્યક્તિઓ સામ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અટકાયતની પણ કામગીરી હાથ ધરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા આદેશ બાદ પોલીસ આ બાબતે સક્રિય થઈ છે. નાના ભૂલકાંના મોત બાદ રાજ્યભરમાં આક્રોષનો માહોલ છે. હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કોના છે નામ અને કઈ કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ તેની વિગતો અહીં રજૂ કરાઈ છે.
ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાયા
ગતરોજ હરણી મોટનાથ તળાવ ખાતે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે ન્યુ સનરાઇઝ સ્કુલ વાઘોડીયા રોડ વડોદરા શહેરની સ્કુલના બાળકો તથા શિક્ષિકાઓ પિકનિક માટે આવેલ અને લેકઝોનના બોટ રાઇડમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકોએ તથા કર્મચારીઓએ તેઓના લેકઝોન ખાતે આવેલ બોટમાં વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બોટીંગ રાઇડસમા યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઇક જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહી લગાડી તેમજ બોટીંગ ચાલુ કરાવ્યું હતું. આ પહેલા જરૂરી સૂચનાઓ નહી આપી તથા બોટમા ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડી અને અમુક બાળકોને લાઇક જેકેટ પહેરાવ્યા વગર બેસાડી ગુનાહિત ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવતા જાનહાનિ તથા નાની મોટી ગંભીર ઇજાઓ તથા બોટમાં બેસેલા લોકોના મૃત્યુ નિપજશે તેવી સંભાવના તથા જાણકારી હોવા છતાં માનવ જીદગી જોખમાય તે રીતેના કૃત્યો કર્યા હતા. આ ઘટનામાં ૧૨ બાળકો તથા ર શિક્ષિકાઓના મૃત્યુ નિપજાવાની તથા અન્ય બાળકો તથા શિક્ષિકાઓને નાની મોટી ઇજાઓ પહોંચાડી દુઃખદ ઘટના ને અંજામ આપી ગુનો કર્યા અંગેનો બનાવ અનુસંધાને મે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતનાઓ તરફથી માર્ગ દર્શન તથા સૂચના મુજબ પોલીસે ફરિયાદ નોંધાવી છે.
કોના વિરુદ્ધ ગુનો દાખલ? મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
(૧)બીનીત કોટીયા ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(ર) હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(૩) ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા
(૪)વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
(૫) દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૬)ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૭)રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
(૮)જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૯)નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૧૦)તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા
(૧૧) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા
(૧૨)વૈદપ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા
(૧૩) ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા
(૧૪)નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા
(૧૫)વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા
(૧૬) મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ તથા
(૧૮)બોટ ઓપરેટર અંકિત નામનો માણસ જેના પુરા નામ સરનામાની ખબર નથી તેની સામે પણ કાર્યવાહી કરાઈ છે.
આ ફરિયાદમાં પોલીસે ઈપીકો કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબનો ગુનો કરેલ હોઇ જે અંગે વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશભાઇ રમણભાઈ ચૌહાણ ફરિયાદી બન્યા છે. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કઈ કઈ કલમ લગાવાઈ
IPCની કલમ 304 – હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 308 – ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષ ની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 338 – કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 114 – ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.
સ્કૂલ સંચાલકોનો દાવો
વડોદરામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો મોટો દાવો કર્યો છે. સ્કૂલ સંચાલકે ઢાંક પિછોડો કરતા કહ્યું કે, બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઈન્કાર કર્યો હતો. બોટ સંચાલકની મનમાનીએ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો છે. સ્કૂલના ટીચરોએ બોટમાં વધારે બાળકો બેસવાડવાની ના પાડવા છતાં બાળકો બેસાડ્યા હતા. સ્કૂલ સંચાલકો પણ અલગથી આ મુદ્દે કાર્યવાહી કરશે. પ્રવાસ પહેલા શાળા સંચાલકોએ પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી તેવુ તેઓએ જણાવ્યું. ફન ટાઇમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે