એક જ દિવસમાં વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસના 2 આરોપી પકડાયા, અશોક જૈન બાદ અલ્પુ સિઁધીની પણ ધરપકડ

વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે ઝડપાઈ ગયો છે. કેટલાક દિવસોથી નાસતો ફરતો આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અશોક જૈન પાલિતાણાથી પકડાયો છે. ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. 

એક જ દિવસમાં વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસના 2 આરોપી પકડાયા, અશોક જૈન બાદ અલ્પુ સિઁધીની પણ ધરપકડ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સફળતા હાથ લાગી છે. એક જ દિવસમાં કેસ સાથે જોડાયેલા બે મોટા આરોપી પકડાયા છે. પાલિતાણાથી અશોક જૈન અને હરિયાણાથી અલ્પુ સિંધી પકડાયો છે.   ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ, અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ ખીચડી રંધાઈ તેના મોટા રાઝ હવે ખૂલશે.

પુત્ર અને ભત્રીજાના સંપર્કમાં હતો અશોક જૈન
ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની સુનાવણી થવાની હતી, તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. અશોક જૈન અમદાવાદમાં રહેતા તેના ભત્રીજા તથા પુત્ર સાથે સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી, જેમાં અશોક જૈનના ઠેકાણાની માહિતી મળી હતી. ભત્રીજાએ અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પાલિતાણામાં અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ પોલીસે ઝડપી પડ્યો હતો. 

પીડિતાના મદદ કરતો હતો અલ્પુ સિંધી
પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો. અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. 

એક જ દિવસમાં વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસના 2 આરોપી પકડાયા, અશોક જૈન બાદ અલ્પુ સિઁધીની પણ ધરપકડ

પોલીસ શોધતી રહી, તે દરમિયાન અશોક જૈન વડોદરા પણ આવી ગયો 
ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈનને પકડવા માટે રાજસ્થાનના પુષ્કર, લોનાવાલા, લખનઉ સુધી તપાસનો રેલો દોડાવ્યો હતો. આ વચ્ચે અશોક જૈન વડોદરા પણ આવીને ગયો હતો. છતાં તે પોલીસ પકડમાં આવ્યો ન હતો. અશોક જૈનને પકડવા માટે પોલીસે સેવાસી ફાર્મ હાઉસ, ખાનપુર ફાર્મહાઉસ, બગોદરા, અમદાવાદ પણ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. અશોક જૈન પોતાનો મોબાઈલ વાપરવાના બદલે અન્ય લોકો અને વકીલોના મોબાઈલનો ઉપયોગ કરતો હતો, જેથી તેને વહેલો ટ્રેસ કરી શકાયો ન હતો. 

પીડિતાને ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી
હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસમાં પોલીસ પહેલે દિવસથી જ સમગ્ર મામલે સક્રિય થઈ હતી. પીડિતાને ન્યાય મળે તેવી ચાર્જશીટ કરવામાં આવશે. 

No description available.

પીડિતાના કેસ કર્યાના દિવસથી અશોક જૈન ફરાર હતો 
વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. પરંતુ રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયો હતો. ત્યારે પોલીસ તેના રિમાન્ડ મેળવીને આ કેસમાં જોડાયેલી અનેક માહિતી મેળવી છે. સાથે જ રાજુ ભટ્ટ પીડિતાને જે જે જગ્યાએ લઈ ગયો હતો, તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. ત્યારે હવે અશોક જૈનના પકડાવાથી ખૂટતી કડીઓ હાથ લાગશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news