વડોદરા: પોલીસ કર્મચારીએ ઓનલાઇન દંડના નાણા બુટલેગરનાં ખાતામાં જમા કરાવ્યા, અનેક તર્ક વિતર્ક

શહેર પોલિસ અને બુટલેગરના નજીકના સંબધ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજીગંજ પોલિસ સ્ટેશનના પોલિસ કર્મીએ માસ્કના દંડની રકમ બુટલેગરના ખાતામાં જમા કરાવતા અનેક સવાલો ઉઠ્યા છે. કોરોના મહામરીમાં માસ્કનો દંડ પોલિસ દ્વારા વસુલવામા આવે છે. જો કે આ નાણા સરકારમાં જમા થાય છે. પરંતુ વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનના સ્ટાફે એક વાહન ચાલકને માસ્ક ન પહૈર્યુ હોવાથી રોક્યો હતો. પરંતુ વાહન ચાલક રાહુલ પંડ્યા પાસે રોકડા રુપીયા ન હોવાથી ડીજીટલ ટ્રાન્ઝેક્સન કરવાનુ કહેતા પોલિસ કોન્સ્ટેબલે અનવર ચૌહાણ નામના વ્યક્તિના ગુગલ પેમાં એક હજાર રુપીયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે અનવર ચૌહાણ સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં લિસ્ટેડ બુકલેગર છે. ખાતામા દંડની રકમ પોલિસે જ જમા કરાવી હતી.
વડોદરા: પોલીસ કર્મચારીએ ઓનલાઇન દંડના નાણા બુટલેગરનાં ખાતામાં જમા કરાવ્યા, અનેક તર્ક વિતર્ક

વડોદરા : શહેર પોલિસ અને બુટલેગરના નજીકના સંબધ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજીગંજ પોલિસ સ્ટેશનના પોલિસ કર્મીએ માસ્કના દંડની રકમ બુટલેગરના ખાતામાં જમા કરાવતા અનેક સવાલો ઉઠ્યા છે. કોરોના મહામરીમાં માસ્કનો દંડ પોલિસ દ્વારા વસુલવામા આવે છે. જો કે આ નાણા સરકારમાં જમા થાય છે. પરંતુ વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનના સ્ટાફે એક વાહન ચાલકને માસ્ક ન પહૈર્યુ હોવાથી રોક્યો હતો. પરંતુ વાહન ચાલક રાહુલ પંડ્યા પાસે રોકડા રુપીયા ન હોવાથી ડીજીટલ ટ્રાન્ઝેક્સન કરવાનુ કહેતા પોલિસ કોન્સ્ટેબલે અનવર ચૌહાણ નામના વ્યક્તિના ગુગલ પેમાં એક હજાર રુપીયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે અનવર ચૌહાણ સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં લિસ્ટેડ બુકલેગર છે. ખાતામા દંડની રકમ પોલિસે જ જમા કરાવી હતી.

માસ્કના દંડની માંડવાળની એક હજારની પાવતી પોલિસે બનાવી પણ તેની રકમ સરકારમાં જમા કરાવવાના બદલે નામચીન બુટલેગરના ખાતામાં ગુગલ પે કરાવતા પોલિસ અને બુટલેગરના સબંધો ખુલ્લા પડ્યા છે. પોલિસ સાથે બુટલેગરના નજીકના સંબંધ હોવાનું સાબીત થયુ છે. જોકે પોલિસ આ માંડવાળની રકમ ડીજીટલ પેમેન્ટથી લેવાની કોઈ વ્યવસ્થા નથી તેમ છતા સયાજીગંજ પોલિસના જવાને કેમ બુટલેગરના ખાતામાં નાણા જમા કરાવ્યા તે તપાસનો વિષય છે. જોકે આ બાબતે વડોદરા શહેર પોલિસના ઉચ્ચ અધિકારીઓએ પણ મૌન ધારણ કર્યુ છે.

સરકારી તીજોરીમાં જમા કરવાના નાણા બુલેગરના ખાતામાં જમા કરાવીને વડોદરા શહેર પોલિસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. જો કે કદાચ કેશનાણા ન હતા તો પોલિસ જવાનના ખાતામાં જમા કરાવ્યા હોત એ વાત યોગ્ય હતી. જો કે બુટલેગરના ખાતામા પૈસા જમા કરાવીને પોલિસ શંકાના ધેરામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોલીસ દ્વારા પતિ પત્નીને એક જ નંબરની બે પાવતી આપીને વિવાદમાં આવી ચુકી છે. મામસ્ક મુદ્દે મહાકૌભાંડ ચાલી રહ્યાના અંદેશા બાદ અમદાવાદ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news